SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ સમ્યકત્વ કૌમુદી-અદ્દાસ શેઠની કથા. કરીને તે સવાર્થસિદ્ધનામના વિમાનમાં શુભધ્યાની, ત્રણ જ્ઞાનયુક્ત, નિર્મમાગ્રણી અને સતત ઉદયવાળા એવા દેવ થયા. તથા શ્રેણીની સ્ત્રીઓ પણ ચારિત્રરત્નના માહાસ્યથી સંસારના તાપથી ત્યક્ત મનવાળી થઈને વૈમાનિક દેવપણાને પામી. પછી અદાસદેવ પિતાની સ્ત્રીઓ સહિત ત્યાંથી ચવીને લાધ્ય એવી રાજ્યલક્ષ્મી પામીને અનુક્રમે શિવશ્રીને પ્રાપ્ત કરશે.” આર્યસુહસ્તસૂરિ કહે છે કે હે રાજન્ ! સમ્યકત્વવ્રતના માહાસ્યરૂપ સુવર્ણના નિકષ (કસોટી કરવાના) પાષણ સમાન અને પૃથ્વીમંડળમાં પ્રખ્યાત એવું આ સકલત્ર અર્હદાસ ગૃહસ્થનું સમસ્ત ચરિત્ર મેં તમારા સમ્યકત્વની દઢતાને માટે કહી બતાવ્યું.” આ પ્રમાણે સમ્યકત્વ કૈમુદી (સમ્યકત્વને પ્રકાશિત કરવામાં કેમુદી સમાન) સાંભળીને અત્યંત હર્ષને ધારણ કરતા એવા સંપ્રતિરાજાએ મેહની મુક્તિ (ક્ષીણતા) થી પિતાના મન (હૃદય) ને ચંદ્રમા સમાન કરીને તે ગુરૂમહારાજ પાસેથી મુક્તિલક્ષ્મીને સ્વવશ કરવાના કારણરૂપ એવું સમ્યકત્વ મહારત્ન અંગીકાર કર્યું. તે અવસરે આર્યસહસ્તીસૂરિએ સમ્યકત્વની વિશુદ્ધિ માટે સમ્યગ્દષ્ટિ એવા તે રાજાને આ પ્રમાણે ધર્મદેશના આપી:– પ્રાણએ અનંત ભર્યા, પણ તેમાં એક મનુષ્યભવજ પરમ લાધ્યું છે. કારણ કે એના ગે સ્વર્ગ અને મોક્ષની સુખપત્તિ પ્રાપ્ત કરી શકાય છે. માટે એ (ભાવ) જ સર્વ પુરૂષાર્થોને હેતુ હોવાથી શ્રેષ્ઠ છે. પરંતુ તે પુરૂષાર્થો વિના માત્ર ગણુનાને પૂરવારૂપ એવા એ ભવથી પણ શું ? જે પુરૂષ બાધારહિત પુરૂષાર્થોને સેવે છે, તેજ વર્ણનીય છે. કારણ કે પત્ર, પુષ્પ અને ફળાદિકથી યુક્ત હોય, તેજ વૃક્ષ સેવનીય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચાર પુરૂષાર્થો સજજનેમાં પ્રસિદ્ધ છે, પરંતુ અર્થ, કામ અને મોક્ષનું કારણ તે ધર્મજ છે. માટે ધર્મ એ ખરેખર સર્વ પુરૂષાર્થના બીજરૂપ
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy