SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ સમ્યકત્વ કૌમુદી–અર્વદાસ શેઠની કથા. પરિગ્રહને ત્યાગ કરી, વૈરાગ્યરસથી પૂરિત એવી કુંદલતાએ દીક્ષા અંગીકાર કરી અને તે વખતે અહદાસ શ્રેષ્ઠીએ બહુજ આનંદપૂર્વક દીક્ષા મહોત્સવ કર્યો. ચિંતામણિરત્ન સમાન વિશ્વપૂજિત અને અમૂલ્ય એવા ચારિત્રને પામીને કુંદલતા પણ નિર્ધનની જેમ પરમ પ્રમોદ પામી. તે વખતે આનંદમગ્ન અને સુજ્ઞજનમાં અગ્રેસર એવા અહેસશ્રેણીઓ શ્રી ગુરૂને પંચાંગપૂર્વક નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરી કે –“હે વિભે! અત્યારે યતિધર્મ આરાધવાને હું સમર્થ નથી. કારણ કે ગજરાજને યોગ્ય ભાર શું ગળીયે બળદ વહન કરી શકે ? અત્યારે તે ઉત્કૃષ્ટ શ્રાવકાચાર પાળવાની મારી ઇચ્છા છે. માટે હે મુનીશ્વર!કૃપા કરીને તે જણાવે.” આ પ્રમાણે શ્રેણીનું વચન સાંભળીને સુધર્માસ્વામી કહેવા લાગ્યા કે –“હે સુજ્ઞ! ભાવશ્રાવકના લક્ષણ સાંભળ. સુરાસુરગણથી. અક્ષેભ્ય એવા સમ્યકત્વવ્રતથી વિભૂષિત બાર વ્રતને વિધિપૂર્વક નિરતિચારપણે જે પાળે, વિશુદ્ધ વ્યવહારથી પ્રાપ્ત કરેલ લક્ષ્મીને (ને) જિનેક્ત ચેત્યાદિ સાત ક્ષેત્રમાં વ્યય કરી કૃતાર્થ કરે, ત્રણવાર જિનપૂજા કરે, બેવાર આવશ્યકકિયા (પ્રતિકમણ) કરે, સત્પાત્રે દાન દઈને નિરવદ્ય નિર્દોષ આહારનું ભજન કરે, ઉપધાનતપથી પવિત્ર થયેલ સિદ્ધાંતને નિરંતર શીખે, તીર્થયાત્રાથી પિતાના આત્માને પવિત્ર કરે, સાધુસેવામાં અત્યંત રસિક બને, વિષયમાં તીવ્ર આસતિ ન રાખે, ધર્મની ઉન્નતિ કરે, સચિત્ત આહારનો ત્યાગ કરે, સંવાસની અનુમતિથી પણ ભય પામે અને જે સુબુદ્ધિમાન અગીયારે પ્રતિમાઓનું પણ આરાધન કરે, એવા શ્રાવકને તત્ત્વજ્ઞ જનેએ ખરેખર સાધુ સમાન ગણેલ છે. પૂર્વ મહર્ષિઓએ પ્રતિમાઓનો વિધિ આ પ્રમાણે કહેલ છે, જે પ્રતિમાઓનું આરાધન કરવાથી ગૃહસ્થ શ્રાવક દેવતાઓને પણ વંદનીય થાય છે. વિવેકી ગૃહસ્થ ધર્મને અંગીકાર કરીને સંસારના દુઃખથી ખેદ પામી સંવેગના વેગથી તે શ્રમણ (સાધુ) ધર્મ સ્વીકારવાની ઉત્કંઠા કરે. તે ધર્મને સમ્યગ્રીતે
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy