SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર. ૨૨૧ ,, આશ્રય કરવા ચાગ્ય છે. સમ્યકત્વયુક્ત પ્રાણી પણ ચારિત્રની સંપત્તિ વિના મુક્તિલક્ષ્મીના હસ્ત (હાથની છાપ ) સમાન એવા કેવળજ્ઞાનને પામી શકતા નથી. આ પ્રમાણે ગણધરમહારાજના મુખકમળથી ધર્મ દેશના સાંભળીને અત્યંત ભક્તિને ધારણ કરતી એવી કુર્દલતાએ શ્રી ગુરૂને નમસ્કાર કરીને કહ્યું કે:- હું સ્વામિન્ ! વિષયરૂપ મૃગજળમાં માહિત થયેલી મૃગલીની જેમ હું આ સંસારરૂપ વનમાં ભમી ભમીને થાકી ગઈ છું. માટે હે ભગવાન્ ! આપના પ્રસાદથી વ્રતરૂપ અદ્ભુત પાથેય ( ભાતું ) મેળવીને હવે એ ભવજંગલનું ઉલ્લંધન કરવા ઇચ્છું છું. "" આ પ્રમાણે સવેગરસથી તરંગિત થયેલી કુદલતાને ગુરૂમહારાજ કહેવા લાગ્યા કે: હે ભદ્રે ! અત્યંત પુણ્યયેાગેજ આવા મનાથ પ્રાપ્ત થઇ શકે. કહ્યું છે કે: te “ વવન્ત્યાંત સામ્રાજ્યું, ચલવા પાવરનો થથા । સેવિતું સંચમાામ, ચતતે અંતસંયુતમ્ ।। ? . वांछंतोऽपि सुपर्वाण चारित्रं हि जिनोदितम् । ' જમતે ન સતાવ્યંધા, વ રત્નમદાનિધિમ્ ” || ૨ || “ ચક્રવત્તી પણ પોતાના સામ્રાજ્યને પગરજની જેમ તજીને યતિસંયુત એવા સયમરૂપ આરામને સેવવા યત્ન કરે છે, વળી દેવતાએ પણ જિનપ્રરૂપિત ચારિત્રધર્મની સદા ચાઠુના કર્યા કરે છે, પરંતુ અ ંધજના જેમ રનિધાન પામી ન શકે, તેમ તે ચારિત્ર કદી પામી શકતા નથી. ” માટે હે વત્સે ! તેવા ચારિત્રને પ્રાપ્ત કરવા હવે વિલંબ કરવા ઉચિત નથી. કારણ કે વિવેકી પુરૂષ સુધાપાનને માટે કદી વિલ’ખ કરતા નથી. ,, ત્યારપછી પેાતાની સર્વ સ ંપત્તિને કૃતાર્થ કરી અને જિનચૈત્યમાં વિધિપૂર્વક અષ્ટાદ્ઘિક મહાત્સવ કરીને, પ્રિયાએ સહિત પોતાના પ્રાણનાથ તથા રાજાને બહુ માનપૂર્વક ખમાવીને, અશેષ
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy