SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ સમ્યત્વ કૌમુદી–પાશ્રીની કથા. ભાગ્યવાન્ એ તે લક્ષ્મીની જેમ તેને આગળ કરીને નગરની બહાર આવ્યા ત્યાં દિશાઓના મુખને જેતા અને કંઈક ચિંતાતુર મનવાળા એવા તે દંપતી નગરની નજીકના એક વૃક્ષની છાયામાં ક્ષણવાર બેઠા. એટલે પદ્મશ્રી બોલી કે –“હે સ્વામિન ! સર્વ પ્રકારના કર્મ રેગથી મુક્ત અને મુક્તિસ્ત્રીમાં આસક્ત એવા જિન ભગવંત, રક્ત કમળસમાન કાંતિવાળા એવા સિદ્ધ ભગવંત, સર્વજ્ઞમતમાં સૂર્યમાન એવા સર્વે સાધુઓ તથા સર્વ પ્રકારના સુખમાં સાક્ષીરૂપ એ ધર્મ—એમનું આપણને શરણ થાઓ.” આ પ્રમાણે બેસતી પદ્મશ્રી જેટલામાં પતિ આગળ બેઠી, તેટલામાં ત્યાં આવેલ પવિત્ર અંગવાળા કેઈ ધનાવહ સાર્થવાહ જગતમાં અભુત એવી તે સુંદરીને જોઈને ક્ષણવારમાં સરાગી અને કામદેવની આજ્ઞાને વશવર્તી થઈ ગયે. પછી કેઈક માણસ પાસેથી તેમનું સ્વરૂપ જાણુંને સૈભાગ્યરૂપ અમૃતની પ્રપો (પરબ) સમાન એવી તેને ગ્રહણ કરવાને ઈચ્છતો એ તે કામાંધ તેની કૃત્રિમ બરદાસ કરીને પ્રપંચથી બુદ્ધસંઘને સ્ત્રી સહિત પોતાને સ્થાને લઈ ગયે. પછી સાંજે તે ધનાવહે તેને વિષયુક્ત અને જનું ભજન કરાવ્યું. કારણ કે કામાંધ પ્રાણીઓ અકૃત્ય પણ કરે છે. એટલે વિષના વેગથી અતિશય મૂછ પામીને મૂળથી છેદાયેલ વૃક્ષની જેમ તે શ્રેષ્ઠી તરત ભૂમિપર પડે. પિતાના પતિની મૃત્યુની દૂતિકા તુલ્ય એવી તેવા પ્રકારની અવસ્થા જોઈને અતિશય શેકથી સંતપ્ત થયેલી એવી પદ્મશ્રી કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. એટલે તે સાર્થવાહ રૂદન કરતી એવી તેને કેમળ વચન કહી અટકાવવા લાગ્યા કે –“હે ભદ્ર! ત્રણે જગતમાં કર્મથી સહુ પરાધીન છે. કલ્યાણિ! આ સંસારની સ્થિતિ જ આવી છે, માટે શોક ન કર. વૈરીની જેમ વિધિ અનવસરે સુખને ખંડિતજ કરે છે. તે હવે પછી કલ્પવૃક્ષની જેમ નિરંતર વશવતી એ હું ધનાવહ તારી શ્રેષ્ઠ સુખની સમસ્ત આશા પૂર્ણ કરીશ.” સાર્થવાહનું આવા પ્રકારનું ચેષ્ટિત જાણીને પિતાના શીલરત્નની રક્ષાને માટે તે સતીવિશેષથી શેક કરવા લાગી. એટલે પુના તે નેહપૂર્વક શીતલ વચનથી “હું તારે દાસ યા
SR No.022081
Book TitleSamyaktva Kaumudi
Original Sutra AuthorN/A
AuthorJinharsh Gani
PublisherJain Atmanand Sabha
Publication Year1917
Total Pages246
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy