________________
ભાષાંતર.
૧૭૭
કેમ તૈયાર થાઓ છે જે તમને વિશ્વાસ ન હોય, તે મારા અન્નનું વમન કરી જુઓ.” પછી કૂર અને ધાંધ મનથી તેણે પણ વમન કર્યું, એટલે તેમાં સૂક્ષમ ચર્મખંડ જોઈને બધા લેકે હાસ્યવિકસિત મુખથી કહેવા લાગ્યા કે –“અહો ! આ ગુરૂનું જ્ઞાન કેવું અદ્ભુત છે?” પછી લજિત મનવાળા એવા તેને કઈ રીતે શાંત કરીને બુદ્ધદાસે શિષ્ય સહિત તેને સ્વસ્થાને (મઠમાં) મેકલ્યા.
એક દિવસે કે પાયમાન એવા પદ્યસંઘે શ્રેષ્ઠીને બોલાવીને કહ્યું કે –“હે ભદ્ર! તારી પુત્રવધૂ ખરેખર! મને શાકિની લાગે છે. માટે પાપપરાયણ એવી એને ઘરથી બહાર કહાડી મૂક. નહિ તે અલ્પ સમયમાં જ તારા કુલને દવંસ થશે.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી શ્રદ્ધામુગ્ધ અને મૂઢબુદ્ધિ એવા તેણે પણ તેને દેષ જાહેર કરીને તેને ઘરથી બહાર કહાડી મૂકી. એટલે તેના દે બતાવી પિતા વિગેરેએ વાર્યા છતાં મેહને લીધે બુદ્ધસંઘ પણ તેની સાથે ચાલ્યું. એવામાં પદ્મશ્રીએ તેને કહ્યું કે –“હે નાથ ! હાલ તે સમૃદ્ધિથી પૂરિત એવા મારા પિતાને ઘેર જવું ચોગ્ય છે.” એટલે તેણે ઉત્સાહ પૂર્વક કહ્યું કે –“હે પ્રિયે! એ તારું કહેવું યોગ્ય નથી. કારણ કે માની જનેને સાસરાને ઘેર રહેવું બિલકુલ ગ્ય નથી: વલ્લુભાને ઘેર (શ્વશુરગ્રહ) રહેતાં લક્ષ્મીવંત પુરૂષો પણ પ્રાય: પિતાના મહિમાને ઈ બેસે છે. તે નિર્ધનની શી દશા થાય? કહ્યું છે કે – "वरं वनं व्याघ्रगजेंद्रसेवितं, दुमालये पत्रफलानि भोजनम् । तृणेषु शय्या वरजीर्णवल्कलं, न बंधुमध्ये धनहीनजीवितम्"॥१॥
વ્યાધ્ર અને ગજેંદ્રથી સેવિત એવા વનમાં કે વૃક્ષના ઘરમાં રહી પત્ર ફળનું ભજન કરવું સારું, તૃણની શય્યા સારી અને જીર્ણ વલ્કલ પહેરવા સારા, પરંતુ ધનહીન થઈને બંધુઓમાં જીવવું સારું નહિ.” આ પ્રમાણે યુક્તિપૂર્વક પ્રાણપ્રિયાને સમજાવીને અધિક