________________
ભાષાંતર. . '
૧૭૩
"मायामविश्वासविलासमंदिरं, दुराशयो यः कुरूते धनाशया। सोऽनर्थसाथै न पतंतमीक्षते, यथा बिडालो लकुटं पयः पिबन् "॥१॥
જે દુરાશય પ્રાણ ધનની આશાથી અવિશ્વાસના એક વિ. લાસવન સમાન એવા કપટની રચના કરે છે, તે દૂધ પીતે બિલાડે જેમ લાકડી ન જુએ, તેમ માથે પડતા દુઃખને જોઈ શકો નથી.” અન્યત્ર કરેલ પ્રપંચ પણ પાપના કારણરૂપ થાય છે અને ધર્મના વિષે અન્યને છેતરતાં તો અવશ્ય નરકજ પ્રાપ્ત થાય છે.” પછી સપુત્ર બુદ્ધદાસને બહુ માનપૂર્વક બોલાવી અને તેના કુટુંબને આગળ કરીને ઋષભશેઠ આ પ્રમાણે શિખામણ દેવા લાગ્યું – પૃથ્વીમાં પુણ્યવંત જનોમાં શ્રેષ્ઠ, ન્યાયતંતમાં મેટા, વિશ્વમાં વિખ્યાત અને ધર્મમાર્ગમાં ધુરંધર એવા આપ, સુખના એક ભંડાર રૂપ એવા આહંત ધર્મને સ્વીકાર કરીને જે મૂકી દેશે, તે બીજાએની શી વાત કરવી? સામાન્ય માણએ પણ ગુરૂ સાક્ષીએ લીધેલ વ્રતનો ત્યાગ કરતા નથી, તે પછી આપ જેવા તત્ત્વકુશળ. અને સવશાળી તે સદ્વ્રતને કેમ ત્યાગ કરે? કહ્યું છે કે –
"प्राणांतेऽपि न मोक्तव्यं, गुरुसाक्षिकृतं व्रतम् । વ્રતમંતિકવાન, પ્રાણા જન્મન જનિ” II
ગુરૂસાક્ષીએ ગ્રહણ કરેલ ત્રત પ્રાણાતે પણ કદી મૂકવું નહિ. કારણ કે પ્રાણે તો જન્મજન્મ મળે છે, પણ વ્રતભંગથી ભવોભવ અતિ દુ:ખ પ્રાપ્ત થાય છે.” પૂર્વે સદ્ધર્મને સ્વીકાર કરીને કુસંગથી જેઓ તેને ત્યાગ કરે છે, તેઓ ભવસાગરમાં ભમતાં મહા દુ:ખ પામે છે. આ પ્રમાણે છીએ આપેલ ધર્મશિક્ષાને કુશિષ્યની જેમ અનાદર કરીને જેને ઉત્તરકાળ વિષમ છે એ તે બુદ્ધદાસ પિતાને સ્થાને ચાલ્યા ગયે. એટલે તેને કૃષ્ણપક્ષી સમજીને શ્રાવકત્તમ શ્રેષ્ઠી પિતાની પુત્રીને કેમળ વાક્યથી સંતુષ્ટ કરીને પિતાને ઘેર ગયે. પછી નિત્ય આહુત ધર્મની ઉપાસના કરતી એવી પદ્મશ્રીને