________________
ભાષાંતર.
અર્થે તૂલિકાદાન, પાપકુંભાદિક ક્રિયા, મોક્ષની પ્રાપ્તિ માટે બ્રાહ્મણોને ગાય, ભૂમિ અને સુવર્ણનું દાન, પુત્રાદિકને અર્થે મહામાયાનું અર્ચન તથા ક્ષેત્રની પૂજના–એ પ્રમાણે બહુ સંસાર તથા દુ:ખરાશિના કારણરૂપ એવું લૈકિક ગુરૂગત અને દેવગત મિથ્યાત્વ આગમમાં વર્ણવ્યું છે. હવે લોકેત્તર દેવગત મિથ્યાત્વ આ પ્રમાણે છે-કુતીર્થિકોએ ગ્રહણ કરેલા એવા જિનબિંબનું પૂજન, જિનચૈત્યની આશાતના કરવી, અનિષિદ્ધને નિષેધ અને નિષિદ્ધમાં આદર કરેઈત્યાદિ. મિથ્યાત્વ એ સંસારના એક બીજરૂપ છે. તેમાં ગુરૂગત મિથ્યાત્વ આ પ્રમાણે છે- શીલભ્રષ્ટ સાધુઓને વંદન, પૂજન અને આદર આપ. કહ્યું છે કે –
“લેકેત્તર લિંગ (ચિન્હ) વાળા અને સાધુવેશધારી હોવા છતાં જેઓ પુષ્પ, બળ, આધાર્મિક સર્વ આહાર, જળ અને ફળ વિગેરે સચિત્ત વસ્તુઓને ઉપગ, સ્ત્રીને પ્રસંગ, વ્યવહાર અને ધનને સંગ્રહ, એકાકીપણે સ્વચ્છેદભ્રમણ અને ચેષ્ટિત વચન, તથા ચૈત્ય કે મઠમાં વાસ અને વસ્તિમાં નિરંતર સ્થિતિ કરવાથી ધત્ત રાના પુષ્પ ચાવતાં વમનની જેમ પોતાના વ્રતને દૂષિત કરે છે એ ગુરૂગત મિથ્યાત્વને જેમણે ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કર્યો છે, તેઓ જ નિશ્ચયથી શ્રાવક છે. બીજા તે માત્ર નામધારી શ્રાવક છે.” આવા પ્રકારના મિથ્યાત્વથી રહિત એવા સમ્યકત્વનું જે પ્રાણું સેવન કરે છે, તે વિદ્વાનમાં આસક્ત સિદ્ધિકપણાથી પ્રસિદ્ધ થાય છે.”
આ પ્રમાણે દેશના સાંભળીને કુટુંબ સહિત બુદ્ધદાસે મધ, માંસાદિક અને સર્વમિથ્યાત્વને ત્યાગ કરી દંભથી સમ્યકત્વપૂર્વક બાર વ્રત લઈ શ્રાવક થયે. અહો! માયાને પ્રભાવ કેવો વિચિત્ર છે? પછી તે સાધુઓની સુશ્રષા, જિનેશ્વરેની ચર્ચા અને જિતેંદ્રોક્ત સાત ક્ષેત્રમાં ન્યાયપાર્જિત લક્ષમીને વ્યય કરવા લાગે. મિથ્યાત્વમાર્ગથી મુક્ત એવા તેના જિતેંદ્રમાર્ગના આચરણને જોઈને રાષભશેઠ તેની આ પ્રમાણે પ્રશંસા કરવા લાગ્ય:–“આ શ્રીમાન બુદ્ધ