________________
૧૪૦
સમ્યકત્વ કૌમુદી-ચેાથી કથા.
અલ્પ આરંભવાળા, સત્ય, શીલ અને યાયુક્ત અને ગૃહસ્થધર્મનુ સેવન કરતા એવા બ્રાહ્મણા લેાકમાં પાત્ર ગણાય છે. કહ્યું છે કે:—
“ જે તપસ્કૃતિ વિદ્વાંત, સત્યશોચનિતક્રિયાઃ ।
तानहं ब्राह्मणान् मन्ये, शेषान् शूद्रान् युधिष्ठिर ! ॥ १ ॥ क्षमा दया दमो ध्यानं, सत्यं शीलं धृतिर्घुणा । विद्या विज्ञानमास्तिक्य - मेतद् ब्राह्मणलक्षणम् ॥२॥ शुद्रोपि शीलसंपन्नो, गुणवान् ब्राह्मणो भवेत् । ब्राह्मणोपि क्रियाहीनः शूद्रापत्यसमो भवेत् ये शांतदांताः श्रुतिपूर्णकर्णा, जितेंद्रियाः प्राणिवधे निवृत्ताः । परिग्रहे संकुचिता गृहस्थास्ते ब्राह्मणास्तारयितुं समर्थाः " ॥ ४ ॥
॥ ૨ ॥
“ જેએ તપસ્વી, વિદ્વાન અને સત્ય, પવિત્ર તથા જિતેંદ્રિય છે, હું 'યુધિષ્ઠિર ! તેમનેજ હું બ્રાહ્મણ માનુ છું, બીજા બધા શૂદ્ર છે. ક્ષમા, દયા, દમન, ધ્યાન, સત્ય, શીલ, ધીરજ, લજ્જા, વિદ્યા, વિજ્ઞાન અને આસ્તિય—એ બ્રાહ્મણના લક્ષણા છે. શીલસંપન્ન અને ગુણુવાન એવા શૂદ્ર પણ બ્રાહ્મણ થાય છે, અને ક્રિયાહીન જો બ્રાહ્મણ હાય, તે તે શદ્રુ સમાન છે. શાંત, દાંત, શાસ્ત્રજ્ઞ, જિતેન્દ્રિય, જીવહિ સાથી નિવૃત્ત, અને અલ્પ પરિગ્રહવાળા એવા ગૃહસ્થ બ્રાહ્મણાજ અન્યને તારવા સમર્થ થાય છે.
""
એકદા સ્વર્ગની ઈચ્છાવાળા અને કાટી સુવર્ણ ના વ્યય કરવાને ઉત્સુક એવા રાજાએ પુણ્ય ઉપાર્જન કરવા યજ્ઞ કરવાના આરંભ કર્યા. તે રાજાએ એલાવેલા, જુદા જુદા દેશના રહેવાસી અને વેઢ વિદ્યામાં નિપુણ એવા સ્માર્ત્ત ( સ્મૃતિને માનનાર ) અને પૈારાણિક અનેક બ્રાહ્મણા ત્યાં આવ્યા, અને રાજાની આજ્ઞાથી વેદોક્ત વિધિની ઉદ્ઘાષણા કરીને સ્વર્ગપ્રાપ્તિને માટે તે બ્રાહ્મણેા ત્યાં યજ્ઞકર્મ કરવા લાગ્યા. હવે યજ્ઞશાળાની સમીપે જૈનધમી, ભાગેગાપભાગ–વ્રતધારી, નિ:સ્પૃહ મનવાળા અને નિર્દોષ વૃત્તિથી આજીવિકા ચલાવનાર એવા