________________
ભાષાંતર.
૧૩૯
" दीनादिकेभ्योपि दयाप्रधान, दानं तु भोगादिकरं प्रदेयम् । दीक्षाक्षणे तीर्थकृतोपि पात्रापात्रादिचची ददतो न चक्रः" ॥
દયાપ્રધાન અને ભેગાદિક સુખને આપવાવાળું એવું દીન જનને પણ દાન આપવું. કારણ કે તીર્થકરે પણ દીક્ષા અવસરે દાન આપતાં પાત્રાપાત્રને વિચાર કરતા નથી.” આ સાંભળીને મંત્રીએ પુનઃ પૂછયું કે:-“હે સ્વામિન્ ! જેમ આજે હું સદાનને અતિશય પામ્ય, તેમ પૂર્વે કેઈને એ લાભ મળે છે?” મુનીશ્વર બોલ્યા કે –હે મહાભાગ! પૂર્વે મત્સ્યદરાદિક અનેક જને ભવાંતરમાં સુપાત્રદાનનું આશ્ચર્યજનક ફળ પામ્યા છે. વળી ચંદના (ચંદનબાળા) અને મૂલદેવ વિગેરે તેજ ભવમાં મહોદય પામ્યા અને શ્રેયાંસાદિક રાજાઓ અને લોકમાં સુખસંપત્તિ પામ્યા. તથાપિ હે મંત્રીશ્વર ! સુપાત્રદાનના માહાસ્યને દર્શાવનારૂં, આશ્ચર્યકારક અને સ્વલ્પ સમય પહેલાં બનેલ એવું દષ્ટાંત સાંભળ:–
દક્ષિણ દિશામાં પ્રખ્યાત એવા વિજય નામના નગરમાં સેમપ્રભ નામે રાજા હતા અને સેમપ્રભા નામની તેની રાણી હતી. વેદથી મૂઢ મનવાળો અને મિથ્યાત્વરૂપ અંધકારથી મહિત થઈ (મુંઝાઈ) ગયેલે એ તે રાજા નિરંતર બ્રાહ્મણોમાંજ ખરી પાત્રતા માનતો હતે. વળી રાજસભામાં પણ તે બેલતો કે --
બ્રાહ્મણો આપણા પૂર્વજોને પ્રસન્ન રાખે છે અને બ્રાહ્મણોને લીધે જ આ લેક રહી શકે છે, માટે સુજ્ઞ જનોને બ્રાહ્મણો પૂજવા લાયક છે. કહ્યું છે કે –
મામૈ તૈય, સતી િસત્યવામિ अलुब्धैर्दानशीलैश्च, सप्तभिर्धार्यते जगत् " ॥ १॥ ..
ગાયે, બ્રાહ્મણ, વેદે, સતીઓ, સત્યવાદીઓ, સંતુષ્ટ જો અને દાતારે–એ સાતથી આ જગત્ રહી શકે છે.” પરંતુ મિથ્યાત્વથી મૂઢ થયેલ એ તે રાજા જાણતો ન હતો કે, તે બ્રાહ્મણે કેવા આચારવાળા અને કેવા સ્વરૂપવાળા હોવા જોઈએ ? જિતેંદ્રિય,