________________
ભાષાંતરે.
૧૨૭
એક જિનચૈત્ય કરાવ્યું. તથા ઇંદ્રપદની પ્રાપ્તિના કારણરૂપ એવી જિનભગવંતની સુવર્ણ અને રત્નમય પ્રતિમાઓ કરાવી કહ્યું છે કે –
" अंगुष्ठमानमपि यः प्रकरोति बिंब, वीरावसानऋषभादि जिनेश्वराणाम् । स्वर्गे प्रधानविपुलर्षिसुखानि भुक्त्वा, पश्चादनुत्तरगतिं समुपैति धीरः" ॥ १ ॥
શ્રી ઋષભદેવ વિગેરે વીર પર્યંતના જિનેશ્વરેનું એક અંગુષ્ટ પ્રમાણ જેટલું પણ જે બિંબ કરાવે છે, તે ધીર સ્વર્ગમાં શ્રેષ્ઠ અને વિપુલ સમૃદ્ધિ સુખો ભેગવીને પછી અનુત્તરગતિ (મોક્ષ) ને પામે છે.” તે પ્રતિમાઓની પ્રઢ ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવતાં, વસુમિત્રા સહિત કામલતા વેશ્યા ત્યાં નૃત્ય કરવાને આવી. અને તે પણુગનાએની સાથે અવિવેકી જનેમાં મુખ્ય એ રૂદ્રદત્ત પણ તે ઉત્સવ જેવાની ઉત્કંઠાથી ત્યાં આવ્યું. તે વખતે લાવણ્યવતી, દષ્ટિમાં સુધા સિંચનારી, વિકસ્વર થતા વિવેકથી શોભાયમાન, રાજહંસીના જેવી ઉજવલ અને પાત્રને માન (પ્રમાણ) કરતાં પણ અધિક દાન આપતી એવી સમાને જોઈને અધમાધમનાયકા વસુમિત્રાએ વિચાર કર્યો કે - “અહો! એનું રૂપ, અહો! એની કાંતિ અહો! એની ઉદારતા અને અહો! એનું વિચિત્ર પ્રકારનું લાવણ્ય પણ જગતના સંદર્યને જીતનાર છે, માટે એ ભવિષ્યમાં મારી પુત્રોને કઈરીતે શુભકારી નથી. કારણ કે સુધા વિદ્યમાન છતાં ખારું પાણી કેણુ પીએ? કઈ પણ કારણથી તેજી દીધેલ મહાપ્રભાવાળી રત્નમાળાને તેનું માહાઓ સાંભળીને મૂર્ખ જન પણ પુન: ગ્રહણ કરવાને ઈરછે છે, માટે ગમે તે પ્રગથી પણ આ રમણીય રમણીનું વિષલતાની જેમ મારે સર્વથા ઉન્મેલન કરવું” આ પ્રમાણે કુવિકલ્પની રચના કરીને માયાથી સમાની પ્રીતિ કરવાને ઈચ્છતી એવી તે વેશ્યા તેની સેવા કરવા તત્પર થઈ ગઈ.