________________
૧૧
તથા શાહ મંગળદાસ દલસુખ વિગેરે ચાર ગૃહસ્થોએ મળી તે સ્વર્ગવાસી આત્માની તમામ મીલ્કતની શુભ માગે વ્યવસ્થા કરી. આ ઉપરથી મરમે પોતાની આખી જ્ઞાતિમાં સારે દાખલે બેસાડ્યો છે, એટલું જ નહીં પણ “હાથે તે સાથે એ કહેવત મુજબ કરી બતાવ્યું છે જે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. ઉક્ત મરહુમના સ્મરણાથે આ જ્ઞાનોદ્ધારના (જ્ઞાન ખાતાને આ ગ્રંથ છપાવવા માટે આપેલી દ્રવ્ય સહાય માટે શેઠ નેમચંદભાઈ પીતાંબરદાસને તથા મરહુમના ભત્રિજા મનસુખભાઈને અમો આભાર માનીયે છીયે.
સદરહુ ગ્રંથની શુદ્ધિ માટે યથાશકિત પ્રયત્ન કરવામાં આવ્યો છે, છતાં દૃષ્ટિ દોષથી કે પ્રેસ દોષથી કઈ સ્થળે ખલના જણાય તો તે માટે મિથ્યા દુષ્કત પૂર્વક ક્ષમા યાચીયે છીએ.
આત્માનંદ ભવન વીર સંવત ૨૫૪૩ આત્મસંવત ૨૧. પિષ શુકલઅષ્ટમી સં. ૧૯૭૩ તા. ૧૧-૧૯૧૭
પ્રસિદ્ધકર્તા.