________________
૧૦૨
સમ્યકત્વ કૌમુદી-વૃષભ શેઠનું વૃત્તાંત.
કર્મ હું કદી નહિ કરું.” આ સાંભળી રાજાએ કહ્યું કે –“હેલિંગિન ! ભાજનને માટે સંન્યસ્તપણાના કપટથી કુકર્મ કરતાં વૃથા નરકે જઈશ. પાખંડી એવા પાપી જને ગૃહસ્થવ્રતને ત્યાગ કરીને ધર્મકર્મ કરતાં પ્રાય દુઃખનાં ભાજન થાય છે. નિઃશક હૃદયવાળે એ જે પ્રાણું અનેક પાપકર્મ કરીને પણ તે પાપકર્મથી નિવૃત્ત થતો નથી, તેની શુદ્ધિ થાય જ નહિ. બંને લોકમાં વિરૂદ્ધ એવા તે કરેલા પાપની પરમ શુદ્ધિ તપ વિના નિવૃત્ત થતાં પણ સંભવતી નથી. કહ્યું છે કે –
" मित्रद्रुहः कृतघ्नस्य, स्त्रीनस्य पिशुनस्य च ।
શુદ્ધિનો ગુઃ પ્રાયશ્ચિત્તવરમંતર” ને ? .
મિત્રદ્રોહી, કૃતજ્ઞ, સ્ત્રીઘાતક અને પિશુન (ચાડી)એમની શુદ્ધિ પ્રાયશ્ચિત્ત વિના થઈ શકતી નથી. એમ બુધજનેએ કહ્યું છે.” એમ કહીને ન્યાય અને ધર્મની રક્ષા કરવાને રાજાએ બંધુશ્રીસહિત તે દુરાચારીને દેશપાર કર્યો. અત્યંત ઉગ્ર પુણ્ય અને પાપ કરનારા પ્રાણુઓને ખરેખર ! આ જન્મમાંજ ફળ મળે છે. વળી મહાજનોએ પણ આ પ્રમાણે કહ્યું છે કે – - “ત્રિમિલિમિટ હિમવમિ િા.
अत्युग्रपुण्यपापानां, फलमत्रैव जायते" ॥ १॥ “અત્યંત ઉગ્ર પુણ્ય અને પાપનું ફળ, ત્રણ દિવસમાં ત્રણ પક્ષમાં ત્રણ માસમાં અથવા તો ત્રણ વર્ષમાં અહીંજ પ્રાપ્ત થાય છે.”
એવા અવસરમાં સમ્યગ્ધર્મ અને ક્રિયાના ગુણેથી પ્રસન્ન થઈને દેવતાઓએ તે દંપતીપર પંચાશ્ચર્ય પ્રગટ કર્યો. તે આશ્ચર્ય સાંભળીને સપૃહ મનવાળા એવા રાજાએ પણ “ધર્મનું માહાતમ્ય કેવું છે?” એ પ્રમાણે સભાને પૂછયું. તે અવસરે ત્યાં જિનભગવંતના પ્રાસાદમાં નગરવાસીઓના પુણ્યાનુબંધી પુણ્યથી જાણે આકૃષ્ટ થયા હોય એવા ચાર જ્ઞાનના ધારણ કરનારા, સમ્યગ્દષ્ટિ જીની દષ્ટિને સુધાના સરેવર સમાન અને ક્ષમાધારી એવા સમાધિગુપ્ત નામે અણગાર પધાર્યા. એટલે તે દંપતીએ ધ્યાનથી મુક્ત થઈ મહા