________________
૨૨૨ ગાથા-પ૭-૬૦ - જ્ઞાન અને ક્રિયા સોસપ્તતિઃ तवसंजममइए, जोए न चएइ वोढुं जे ॥१॥" गमनिकाश्रुतज्ञाने 'अपि' इति, अपिशब्दान्मत्यादिष्वपि जीवो वर्तमानः सन् न प्राप्नोति मोक्षम्, इत्यनेन प्रतिज्ञार्थः सूचितः । यः किंविशिष्ट: ? इत्याह-तपःसंयमात्मकान् योगान् न शक्नोति वोढुम्, इत्यनेन हेत्वर्थ इति । दृष्टान्तस्त्वभ्यूह्यो वक्ष्यति वा। प्रयोगश्च-न ज्ञानमेवेप्सितार्थप्रापकं सत्क्रियाविरहात्, स्वदेशाप्राप्त्यभिलाषिगमनक्रियाशून्यमार्गज्ञज्ञानवत् । सौत्रो वा दृष्टान्तः, मार्गनिर्यामकाधिष्ठितेप्सितदिक्सम्प्रापकपवनक्रियाशून्यपोतवत् ।
- સંબોધોપનિષદ્ - ગમનિકા – શ્રુતજ્ઞાનમાં પણ, અહીં “પણ” શબ્દથી એમ સમજવાનું છે કે મતિજ્ઞાન વગેરેમાં વર્તતો એવો જીવ પણ મોક્ષ પામતો નથી. આમ કહેવા દ્વારા પ્રતિજ્ઞાનો અર્થ સૂચિત કર્યો છે. કેવો જીવ ? તે કહે છે - કે જે તપ-સંયમરૂપ યોગોનો નિર્વાહ કરવા સમર્થ નથી, આના દ્વારા હેતુનો અર્થ સૂચિત કર્યો છે. દષ્ટાંત સ્વયં સમજી લેવું. અથવા તો ગ્રંથકાર પોતે જ આગળ દષ્ટાંત કહેશે.
અહીં પ્રયોગ આ પ્રમાણે છે – જ્ઞાન જ ઈષ્ટ અર્થનું સાધક નથી, કારણ કે સલ્કિયાનો અભાવ છે, જેમ કે કોઈ રસ્તાનો જાણકાર હોય, તેને પોતાના દેશમાં જવાની ઇચ્છા હોય, પણ તે ગમનક્રિયા ન કરતો હોય, તેવા માર્ગજ્ઞાતાનું જ્ઞાન. અથવા તો સૂત્રોક્ત દૃષ્ટાન્ત – જેમ કે કોઈ હોડીનો નિયામક માર્ગજ્ઞાતા હોય, પણ તે હોડી ઈષ્ટ દિશામાં લઈ