________________
सम्बोधसप्ततिः ગાથા-૫૫ પ્રમાદના પાંચ પ્રકાર चारित्रिणमपि संशब्द ईषदर्थे, समीषत् ज्वलयन्ति दीपयन्तीति सञ्ज्वलना:, यदभ्यधायि "परीषहोपसर्गोपनिपाते यतिमप्यमी । समीषज्ज्वलयन्ते यत्तेन सवलनाः स्मृताः ॥१|" ते चत्वारः क्रोधमानमायालोभरूपाः । तदेवं चत्वारश्चतुष्ककाः षोडश भवन्तीति । तद्दोषश्चायम्- "चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते । यस्य तन्मुषितं दोषैस्तस्य शिष्टा विपत्तयः ॥ १ ॥” इति । तथा ‘निद्रा' स्वापः, तद्दोषस्त्वयम् - " निद्राशीलो न श्रुतं नापि સંબોધોપનિષદ્
२८७
તથા પરીષહો અને ઉપસર્ગો આવી પડતા જેઓ ચારિત્રીને પણ સમ્ = થોડા જ્વલિત = દીપ્ત કરે છે, તેઓ સંજ્વલન કષાય છે. કારણ કે કહ્યું છે કે - પરીષહો અને ઉપસર્ગો આવી પડતા તેઓ યતિને પણ થોડા જ્વલિત કરે છે. માટે તેઓ ‘સંજ્વલન’ કહેવાય છે. II૧॥ તેઓ ચાર છે - ક્રોધ, માન, માયા અને લોભ. આ રીતે ચાર ચતુષ્ક = ૧૬ કષાયો થાય છે.
–
કષાયોથી થતો દોષ આ મુજબ છે - અસંક્લિષ્ટ એવું ચિત્તરૂપી રત્ન આંતરધન કહેવાય છે. દોષોથી જેનું આ ધન લૂંટાઇ ગયું છે, તેને વિપત્તિઓ જ બાકી રહી છે. ૧ (પ્રથમ કર્મગ્રંથ ટીકા અને વિશેષાવશ્યકવૃત્તિમાંથી ઉદ્ધૃત)
=
તથા નિદ્રા ઉંઘ. તેના સંબંધી દોષ આ મુજબ છે - નિદ્રાશીલ વ્યક્તિ શ્રુત કે ધન મેળવવા સમર્થ થતી નથી.