________________
सम्बोधसप्ततिः
ગાથા-૫૩-૫૪
પાપભ્રમણ
२७७
से निग्गंथे तं कहमिति चेदायरियाह निग्गंथस्स खलु पणीयं पाणभोयणं आहारेमाणस्स बंभचेरे संका वा कंखा वा विचिकिच्छा वा समुप्पज्जिज्जा, भेयं वा लभिज्जा, उम्मायं वा पाउणिज्जा, दीहकालियं वा रोगायंकं हविज्जा, केवलिपन्नत्ताओ वा धम्माओ भंसिज्जा, तम्हा खलु नो निग्गंथे पणीअं आहारं आहारिज्जा ।" अन्यत्राप्युक्तम्- "विभूसा इत्थिसंसग्गी, पणीयं रसभोयणं । नरस्सत्तगवेसिस्स, विसं तालउडं जहा ॥१॥" तथा "वासावासं पज्जोवसियाणं नो कप्पइ निग्गंथाण वा णिग्गंथीण वा हट्ठाणं आरुग्गाणं - સંબોધોપનિષદ્
એવો પ્રશ્ન કરો તો આચાર્ય કહે છે કે, જે નિગ્રંથ પ્રણીત આહાર-પાન કરે, તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા સમુત્પન્ન થાય. ભેદ કે ઉન્માદ પામે, અથવા તો દીર્ઘકાલીન રોગ-આતંક થાય, અથવા તો કેવળી કથિત ધર્મથી ભ્રષ્ટ થાય. માટે નિગ્રંથે પ્રણીત આહાર ન વાપરવો જોઇએ. (ઉત્તરાધ્યયન ૧૬-૭)
-
અન્યત્ર પણ કહ્યું છે કે જે આત્માન્વેષી નર છે, તેના માટે વિભૂષા, સ્ત્રીસંસર્ગ અને પ્રણીત રસ ભોજન એ તાલપુટ વિષ જેવું છે. (દશવૈકાલિક ૮-૫૭)
તથા – વર્ષાવાસમાં પર્યુષિત એવા હૃષ્ટ, નિરોગી, બળવાન શરીરવાળા શ્રમણો કે શ્રમણીઓને આ નવ રસ વિગઇઓ