________________
૪૪૬ ગાથા-૭૪ - પૌષધનું ફળ ક્વોલપ્તતિ: जहागहियधम्माणुट्ठाणं कुणंताण वच्चंति वासरा । कयाइ एगत्थमिलिएहि धम्मत्थकामवियारं कुणंतेहिं भणियं परोप्परं पुरिसदत्तकरेणुदत्तेहिं । पहाणो पुरिसत्थेसु मज्झे धम्मत्थो, सो पुण अणाउलचित्तेहिं चेव काउं तीरइ । अणाउलत्तणं च चित्तस्स कुडुंबसत्थत्ते । सत्थत्तणं च अत्थनिओएण । अत्थनिओओ महाववसायसज्झो । अओ किंपि ववसायं काऊण किज्जइ अत्थोवज्जणं । पच्छा पुत्तं ठाविय कुडुंबभारे सुसावयजणोचिओ धम्मत्थो चेव सेविज्जइ । जुत्तमेयं ति
સંબોધોપનિષદ તેઓએ પણ પોતાના આત્માને કૃતાર્થ માન્યો અને આચાર્ય ભગવંતને વંદન કરીને પોતાના સ્થાને ગયા. જે રીતે ધર્મને સ્વીકાર્યો હતો, તે રીતે તેનું આચરણ કરતા તેમના દિવસો પસાર થાય છે.
ક્યારેક પુરુષદત્ત અને કરેણુદત્ત એક સ્થાને ભેગા થયાં. તેમણે ધર્મ, અર્થ અને કામનો વિચાર કરતાં પરસ્પર કહ્યું કે - પુરૂષાર્થોમાં ધર્માર્થ એ મુખ્ય છે. અને તેને તેઓ જ કરી શકે છે કે જેમનું ચિત્ત વ્યાકુળ ન હોય. અને ચિત્ત તો જ વ્યાકુળ ન હોય, કે જો કુટુંબ સ્વસ્થ હોય, સ્વસ્થપણું અર્થનિયોગથી થાય છે. અર્થનિયોગ મોટા વેપાર દ્વારા મેળવી શકાય છે. માટે કોઇ વેપાર કરીને અર્થોપાર્જન કરીએ. પછી પુત્રને કુટુંબની જવાબદારી સોંપીને સુશ્રાવકજનને ઉચિત એવા