________________
બ્લોથપ્તતિઃ ગાથા-૭૩ - સાધુવંદનનું ફળ ૪૨ विमाणियं । जइ आउयं धरंतो तो पढमपुढविमाणेतो ।' अण्णे भणंति इहेव वंदंतेणं ति । भावकितिकम्मं वासुदेवस्स, दव्वकितिकम्मं वीरयस्स ।
इदं चावश्यकवृत्त्यपेक्षया वासुदेवभवे तीर्थकरत्वं बद्धमित्युक्तम् । वसुदेवहिण्डौ त्वेवं दृश्यते-"कण्हो तईयाए पुढवीए उवट्टित्ता इहेव भारहे वासे सयदुवारे नयरे जियसत्तुरण्णो पुत्तत्ताए उववज्जिऊण पत्तमंडलियभावो पव्वज्जं पडिवज्जिय तित्थयरनामकम्मं समज्जणित्ता बंभलोए कप्पे दससागरोवमाऊ
– સંબોધોપનિષદ્ - ત્યારે આત્મનિંદા-ગહ કરવા દ્વારા સાતમી નારકનું જે આયુષ્ય બાંધ્યું હતું, તેમાં રસઘાત કરવા દ્વારા તેને ત્રીજી નરકનું આયુષ્યકર્મ કર્યું. જો હજી વધુ આયુષ્ય હોત, તો નિંદા-ગ કરવા દ્વારા પહેલી નરક સુધી લાવી દેત. અન્યો એમ કહે છે કે અહીં સમવસરણમાં વંદન કરતી વખતે જ વાસુદેવે સાતમી નરકના આયુષ્ય કર્મને ત્રીજી નરકના આયુષ્ય કર્મમાં ફેરવી દીધું હતું. અહીં વાસુદેવે જે વંદન કર્યું તે ભાવવંદન હતું અને જે વીરકે વંદન કર્યું, તે દ્રવ્યવંદન હતું. (આવશ્યકનિયુક્તિ હારિભદ્રી વૃત્તિ પૃ. ૫૧૩ થી પૃ. ૫૧૫) વાસુદેવભવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું, એવું જે કહ્યું છે, તે આવશ્યક વૃત્તિની અપેક્ષાએ કહ્યું છે. “વસુદેવહિંડી' ગ્રંથમાં તો આ રીતે દેખાય છે – કૃષ્ણ વાસુદેવ ત્રીજી નરકમાંથી ઍવીને આજ ભરતક્ષેત્રમાં શતદ્વાર નગરમાં જિતશત્રુ રાજાના પુત્રપણે ઉત્પન્ન થશે.