________________
સમ્વોધસપ્તત્તિ: ગાથા-૭૦-પૂજાપ્રણિધાન વિષે દુર્ગતાનારી દેષ્ટાન્ત ૪૦o पृष्टे. प्राप्तसौधर्मकल्पोऽत्रैव धर्मं श्रोतुमागतोऽयं महाविदेहे कनकपुरेशकनकध्वजोऽहिना भेकं तं कुररेण तं अजगरेण च गिल्यमानं निरीक्ष्योपनये नियोगिभिर्जनं ते भूपैस्ते च मृत्युनोपद्रूयमाणा इति विमृश्य प्रव्रज्य मुक्तिं गमिष्यन्तीत्यवादीद्वीरः । 'सुव्वइ' इत्यत्र न वा कर्मभावे व्वः, क्यस्य च लुगिति व्यादीनां कर्मणि भावे च वर्तमानानामन्ते द्विरुक्तो वकारागमो वा भवति, तत्सन्नियोगे च क्यस्य लुक् 'सुव्वइ સંબોધોપનિષદ્ -
ભગવાને કહ્યું કે, “તે ડોસીનો જીવ સૌધર્મકલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થયો, તે અહીં જ ધર્મ સાંભળવા માટે આવેલો આ દેવ છે. ચ્યવીને મહાવિદેહમાં કનકપુરનો રાજા કનકધ્વજ થશે. તે એક વાર જોશે કે સાપ દેડકાને ગળે છે, તે જ સાપને નોળિયો ગળે છે, તે નોળિયાને અજગર ગળે છે. એવું જોશે. આના પરથી રાજા એવો ઉપનય સમજશે કે રાજાઓના અધિકારીઓ લોકને ઉપદ્રવ કરે છે. તે અધિકારીઓને રાજાઓ ઉપદ્રવ કરે છે. અને રાજાઓને મૃત્યુ ઉપદ્રવ કરે છે. આવો વિચાર કરીને તે દીક્ષા લઇને મોક્ષે જશે, એમ શ્રી મહાવીરસ્વામિએ કહ્યું.
અહીં ગાથામાં ‘સુવ્વઇ' એવો જે પ્રયોગ છે તે - કર્મ અને ભાવમાં વિકલ્પે વ્વઃ, અને ય નો લોપ (પ્રાકૃત વ્યાકરણ ૪૪૨૪૨) - આ સૂત્રથી કર્મ અને ભાવમાં રહેલા વ્યાદિના અંતે દ્વિરુક્ત ‘વ’કારનો આગમ વિકલ્પે થાય છે, અને