________________
૩૮૦ ગાથા-૬૬ - દેવદ્રવ્યવૃદ્ધિથી તીર્થકરપણું સખ્યોતિઃ किम्भूतं जिनद्रव्यम् ? जिनप्रवचनवृद्धिकरम्, कथम् ? सति हि देवद्रव्ये प्रत्यहं जिनायतने पूजासत्कारसम्भवः, तत्र च प्रायो यतिजनसम्पातस्तद्व्याख्यानश्रवणादेश्च जिनप्रवचनवृद्धिः । तथा ज्ञानदर्शनगुणानां प्रभावकं उत्सर्पणाकारकम् । जिनप्रवचनवृद्ध्या हि ज्ञानादिगुणानां प्रभावना भवत्येव । साऽपि वृद्धिराज्ञयैव कर्तव्या नान्यथा, यदुक्तम्-"जिणवरआणारहियं, वद्धारितावि के वि जिणदव्वं । बुड्डंति भवसमुद्दे, मूढा
- સંબોધોપનિષદ્ છે, એ તો અરિહંત પ્રવચન પ્રત્યેની ભક્તિના અતિશયથી સુપ્રસિદ્ધ જ છે. કેવું જિનદ્રવ્ય ? એ કહે છે – જિનશાસનની વૃદ્ધિ કરનારું, કેવી રીતે ? દેવદ્રવ્ય હોય તો પ્રતિદિન જિનાલયમાં પૂજા-સત્કાર સંભવિત બને. તેમાં પ્રાયઃ મુનિજનોના આગમન અને તેમના વ્યાખ્યાનનું શ્રવણ વગેરે દ્વારા જિનપ્રવચનની વૃદ્ધિ થાય.
તથા જ્ઞાન-દર્શનગુણોનું પ્રભાવક = તેની ચઢતી કરનારું. જિનપ્રવચનની વૃદ્ધિથી જ્ઞાનાદિ ગુણોની પ્રભાવના થાય જ છે. તે વૃદ્ધિ પણ આજ્ઞાથી જ કરવી જોઈએ અન્યથા નહીં. કારણ કે કહ્યું છે કે – કેટલાક મોહથી મૂઢ અજ્ઞાની જીવો જિનવરાજ્ઞાથી રહિતપણે જિનદ્રવ્યની વૃદ્ધિ કરતાં હોવા છતાં પણ સંસાર સાગરમાં ડુબે છે. વા(દ્રવ્યસપ્તતિકા ૮, સંબોધ પ્રકરણ ૧૦૨, ષષ્ઠિશતક ૧૨) મૂઢ જીવો જિનવરની આજ્ઞાથી