________________
રૂદ્દ ગાથા-૬૧ - અગિયાર શ્રાવકપ્રતિમા સોળસપ્તતિઃ 'दियावि राओ वि बंभयारी असिणाणए वोसट्टकेसमंसुरोमनहे' इत्यष्टमी । 'सारंभपरिणाए' इति नवमी । 'पेसारंभपरिणाए' इति दशमी। 'उद्दिट्ठभत्तविवज्जए समणभूए तस्स णं एवं भवति, सव्वाओ पाणाइवायाओ वेरमणं जाव सव्वाओ राईभोयणाओ वेरमणं खुरमंडए वा लुत्तकेसए वा एगसाडिए वा इच्चाइ' एकादशमी । व्याख्याता एकादशापि श्रावकप्रतिमाः ॥६१॥
अथ श्रावकेणाप्युत्कृष्टेन ब्रह्मचारिणैव भाव्यम्, यदुक्तम्"उक्किट्ठो सावओ होइ, सच्चित्ताहारवज्जओ । एगासणम्मि भोई य, बंभयारी तहेव य ॥१॥ किमिति ? यतो
– સંબોધોપનિષદ્ - દિવસે પણ અને રાત્રે પણ બ્રહ્મચારી + અસ્નાની + કેશશ્મથુ-રોમ-નખના સંસ્કારના ત્યાગી એ આઠમી, સારંભપરિજ્ઞાત એ નવમી, પ્રેષારંભ-પરિજ્ઞાત એ દશમી. ઉદિષ્ટ ભોજનનું વર્જન કરનાર, શ્રમણભૂત, તેમનો આચાર આ મુજબ હોય છે. સર્વથી પ્રાણાતિપાતવિરમણ યાવતુ સર્વથી રાત્રિભોજનવિરમણ, ક્ષુરમુંડ કે લુચિતકેશ કે એક વસ્ત્રધારી ઇત્યાદિ અગિયારમી. આ રીતે અગિયારે શ્રાવકપ્રતિમાઓની વ્યાખ્યા કરી. ૬ ના
ઉત્કૃષ્ટ શ્રાવક બ્રહ્મચારી જ હોય છે. કારણ કે કહ્યું છે કે – સચિત્ત આહારનું વર્જન કરનાર, એકાસણમાં ભોજન કરનાર અને બ્રહ્મચારી એવા ઉત્કૃષ્ટ શ્રાવક હોય છે. [૧]