________________
૭૦ ગાથા-૭-૮ - સુસાધુશરણ લખ્યો સપ્તતિ: स्यापि वाग्वृत्तेनियन्त्रणं द्वितीया वाग्गुप्तिः । आभ्यां भेदाभ्यां वाग्गुप्तेः सर्वथा वाग्निरोधः सम्यग्भाषणरूपं च प्रतिपादितं भवति । भाषासमितौ तु सम्यग्वाक्प्रवृत्तिरेवेति वाग्गुप्तिभाषासमित्योर्भेदः, यदाहु:-"समिओ नियमा गुत्तो, गुत्तो समियत्तर्णमि भयणिज्जो । कुसलवयमुदीरंतो, जं वयगुत्तो वि समिओ वि ॥१॥" कायगुप्तिद्वैधा-चेष्टानिवृत्तिलक्षणा यथाऽऽगमं चेष्टा
– સંબોધોપનિષદ્ - વચનગુપ્તિ છે.
આ બે ભેદોથી વચનગુપ્તિના બે સ્વરૂપોનું પ્રતિપાદન થાય છે – (૧) સર્વથા વચનનિરોધ (૨) સમ્યક્માષણ. પ્રશ્ન - વચનગુપ્તિ અને ભાષાસમિતિમાં શું ભેદ છે ?
ઉત્તર - વચનગુપ્તિમાં ઉપરોક્ત બે પ્રકારનો સમાવેશ થાય છે, જ્યારે ભાષાસમિતિમાં તો માત્ર સમ્યક્વચનપ્રવૃત્તિ જ આવે. આ વચનગુપ્તિ અને ભાષાસમિતિનો ભેદ છે. કારણ કે પૂર્વાચાર્યોએ કહ્યું પણ છે કે – જે સમિતિયુક્ત છે, તે અવશ્ય ગુપ્તિયુક્ત છે. પણ જે ગુપ્તિયુક્ત છે, તે સમિતિયુક્ત હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. કારણ કે જે સમ્યક્વચનનું ઉચ્ચારણ કરે છે, તે વચનગુપ્તિથી પણ યુક્ત છે અને ભાષાસમિતિથી પણ યુક્ત છે.
કાયગુપ્તિ બે પ્રકારની છે. (૧) ચેષ્ટાનિવૃત્તિરૂપ (૨)