________________
સોળસપ્તતિઃ ગાથા-૭-૮ - સુસાધુશરણ ૧૧ दाइओ एस सोत्ति । सा संभंता तओ गया । पच्छा विरूवं दंतुरं भणइ दिटुं से रूवेण चेव गेयं । तीए निच्छूढं, वेइयं च णेण कुसीलएहिं कहियं, तस्स अमरिसो जाओ । तीसे घरमूले पच्चूसकालसमए गाइउमारद्धो । 'पउत्थवइयानिबद्धं, जहा आपुच्छइ, जहा तत्थ चिंतेइ, जह लोए विसज्जेइ, जह आगओ घरं पविसइ, सा चिंतेइ, सब्भूयं वट्टइ, ता एयं
સંબોધોપનિષદ્ - “આ તે ગાયક છે”. તે સંભ્રાન્ત થઇને ત્યાં ગઈ. પછી તે કદરૂપો અને મોટા દાંતવાળો છે, એવું જોઇને કહ્યું કે, “મેં તેના રૂપથી જ તેનું ગીત પર જોઈ લીધું.” એમ કહીને તે સાર્થવાહી ઘૂંકી. આ વાત તે ગાયકને દુઃશીલ પુરુષોએ કહી, તેથી તેણે પણ આ વાત જાણી. તેને ગુસ્સો આવ્યો. તે તેના ઘર પાસે સવારના સમયે પ્રસ્થિતપતિકા નિબદ્ધ ગીત (જેનો પતિ પરદેશ ગયો છે, તેવી સ્ત્રીને આશ્રીને બનાવેલ ગીત) ગાવા લાગ્યો. અર્થાત્ જે સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય, તે સ્ત્રીના સંબંધી ગીત ગાવા લાગ્યો. જેમ કે પતિ પરદેશ જવા માટે પત્નીની રજા માંગે છે, જેવી રીતે પરદેશમાં ધનાર્જન સંબંધી વિચાર કરે છે. (પ્રવૃત્તિ કરે છે.) જેવી રીતે લોકોને વિસર્જિત કરે છે. જેવી રીતે આવીને ઘરમાં પ્રવેશ કરે છે.
આ ગીત સાંભળતા સાર્થવાહીને એવું જ લાગે છે કે ૨. - પ્રોષિતપતિol