________________
सम्बोधसप्ततिः ગાથા-૭-૮ – સુસાધુશરણ
-“|| બાયપHTT, બટ્ટાફેબ્લાસ કાયય હસ્થા ” इत्यादिनाऽतिरिक्तमुक्तात्समर्गलं वहत्युपकरणमिति । पुनः किम्भूतास्ते ? 'पंचिंदियदमणपरा' इति, तत्रेन्द्रियमिति 'इदि परमैश्वर्ये' इन्दनादिन्द्रः सर्वोपलब्धिभोगपरमैश्वर्यसम्बन्धाज्जीवः तस्य लिङ्गं तेन दृष्टं स्पृष्टं चेत्यादि । 'इन्द्रियमिन्द्रियलिङ्ग' इत्यादिना सूत्रेण निपातनात्सिद्धम्, तच्च द्विधा-द्रव्येन्द्रियं
– સંબોધોપનિષદ્ પ્રમાણથી ઉપકરણનું પ્રમાણ આ પ્રમાણે છે - કપડા પોતાના શરીરના પ્રમાણ જેટલા લાંબા હોય છે અને અઢી હાથ જેટલા પહોળા હોય છે. (ઓઘનિર્યુક્તિ ૭૦૬, પંચવસ્તુક ૮૧૨, પ્રવચનસારોદ્વાર ૫૦૭, વિચારસાર ૨૦૭, ગાથાસહસ્ત્રી પ૪૬) ઇત્યાદિથી પ્રમાણપ્રમાણ બતાવ્યું છે. આ રીતે તે મુનિઓ શાસ્ત્રવિહિત ઉપકરણથી અતિરિક્ત નહીં એવું મર્યાદિત ઉપકરણ ધારણ કરે છે.
તે મુનિઓનું અન્ય વિશેષણ કહે છે - પંચેન્દ્રિયદમનપર, ઇદિ નામનો ધાતુ છે, જેનો અર્થ છે – પરમ ઐશ્વર્ય. જે ઇન્દન ક્રિયા કરે તે ઇન્દ્ર. સર્વવિષયક જ્ઞાનના ભોગરૂપ પરમ ઐશ્વર્યના સંબંધથી આત્મા ઈન્દ્ર છે. તેનું લિંગ – તેના દ્વારા જોવાયેલ – તેના દ્વારા સ્પર્શાવેલ વગેરે રીતે ઇન્દ્રિયપદનો નિપાત થાય છે. એક સૂત્ર છે – “ઇન્દ્રિયમિન્દ્રિય(ન્દ્ર?)લિંગ (સિદ્ધહેમશબ્દાનુશાસન ૭-૧-૧૭૪, પાણિનિ વ્યા. ૫-૨-૯૩) ઇત્યાદિ,