________________
૩૦ ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ सम्बोधसप्ततिः चेव हियं असंथरणे ॥१॥" परं 'मैथुनभावं मुक्त्वा ' चतुर्थव्रतभङ्गं परित्यज्य, यतस्तत्रोत्सर्गापवादौ न स्तः, तद्धि रागद्वेषाभ्यां विना न सम्भवति, तावेव च संसारमूलारम्भस्तम्भौ, यदुक्तम्-"को दुक्खं पाविज्जा ? कस्स व सुक्खे हि विम्हओ हुज्जा ? । को व न लहिज्ज मुक्खं ? रागद्दोसा जइ न
– સંબોધોપનિષદ્ - બીજી રીતે નિર્વાહ થતો હોય ત્યારે અશુદ્ધ વસ્તુ દાયક અને ગ્રાહક (સાધુ) બંનેનું અહિત કરનારી છે. અને તે જ અશુદ્ધ વસ્તુ જ્યારે નિર્વાહ થતો ન હોય, ત્યારે દાયકગ્રાહક બંનેનું હિત કરનારી થાય છે. [૧] (જીવાનુશાસન ૧૪, શ્રાવક-દિનકૃત્ય ૧૭૫, પિંડવિશુદ્ધિ ૨૧, ગાથાસહસ્ત્રી ૧૮૬, દર્શનશુદ્ધિ ૧૨૮) પણ આ નિયમ મૈથુનભાવને છોડીને છે = ચતુર્થવ્રતભંગ સિવાય આ નિયમ સમજવાનો છે. કારણ કે તેમાં ઉત્સર્ગાપવાદ બંને નથી. કારણ કે મૈથુનવિરમણવ્રતમાં અપવાદ સંભવતો નથી. કારણ કે મૈથુન રાગ-દ્વેષ વિના સંભવતું નથી. અહિંસાવ્રતાદિમાં અપવાદ જણાવ્યો છે. તેના સેવનમાં પણ રાગ-દ્વેષનો તો નિષેધ જ છે. રાગ-દ્વેષ ન કરવા જોઈએ એ પ્રભુની એકાંત આજ્ઞા છે. કારણ કે રાગદ્વેષ જ સંસારના મૂળ આરંભતંભરૂપ છે. કારણ કે કહ્યું છે કે - કોણ દુઃખ પામે ? કોને સુખથી વિસ્મય ન થાય? અને કોણ મોક્ષ ન પામે ? કે જો રાગ-દ્વેષ ન હોય. (ઉપદેશમાલા - ૧૨૯)