________________
ગાથા-૧ - ગ્રંથકારનું મંગલાદિ
सम्बोधसप्ततिः
कायरूपः, तयोः प्रकाशकं केवलवेदसा वेत्तारम् । 'अहं' इत्यात्मनिर्देशे, ‘उद्धारगाथाभि:' प्राचीनग्रथितशास्त्रोद्धृतगाथाभिः सम्बोधस्य श्रोतॄणां एतद्ग्रन्थश्रवणमात्रादेव जायमानहिताहितोपादानपरिहाररूपपरिज्ञानस्य हेतुभूता या सप्ततिः सप्ततिगाथानिबद्धो પ્રન્થવિશેષસ્તાં ‘રવયામિ' વિધામિ। અયં ભાવઃ-યં સમ્બોધसप्ततिर्न मया स्वमत्या क्रियते, किन्तु पूर्वसूरिविरचितबह्वर्थसंवेगगर्भितगाथा: स्वपरहितायैकीकृत्य लिख्यन्त इति । एतावता ग्रन्थकर्त्रा स्वग्रन्थनाम दर्शितम् ॥१॥
१०
સંબોધોપનિષદ્ - છે. લોક અને અલોકના જે પ્રકાશક છે = જે કેવળજ્ઞાનથી જાણનારા છે.
‘હું’ એમ પોતાનો નિર્દેશ કર્યો છે. ઉદ્ધાર ગાથાઓથી = પૂર્વાચાર્યોએ રચેલા શાસ્ત્રોમાંથી ઉદ્ધૃત કરેલી ગાથાઓથી. સંબોધની = આ ગ્રંથના શ્રવણમાત્રથી જ શ્રોતાઓને હિતના ઉપાદાન અને અહિતના પરિહારરૂપ જે જ્ઞાન થાય છે, તેની હેતુભૂત જે સપ્તતિ = સિત્તેર ગાથાથી નિબદ્ધ એવો ગ્રંથવિશેષ. તેની હું રચના કરું છું.
આશય એ છે કે આ સંબોધસપ્તતિ હું સ્વમતિથી નથી કરતો, પણ પૂર્વાચાર્યોએ રચેલી ઘણા અર્થવાળી સંવેગગર્ભિત ગાથાઓને સ્વ-પરના હિત માટે એક કરીને લખાય છે. આ અંશથી ગ્રંથકારશ્રીએ પોતાના ગ્રંથનું નામ દર્શાવ્યું છે. ૧