________________
સ્વસતિ ગાથા-૧ - ગ્રંથકારનું મંગલાદિ ૨ श्रीमद्वर्धमानस्वामिनम् । किंविशिष्टम् ? 'त्रिलोकगुरुं' त्रयाणां लोकानां 'तात्स्थ्यात्तव्यपदेशः' इतिवचनात्, तद्वासिनां देवनृतिर्यगसुरादीनां गुरुस्तत्त्वप्रणेता तम्, त्रिभुवनवासिजनानधिकृत्य धर्मोपदेशकम् । पुनः किंभूतम् ?, 'लोकालोकप्रकाशकं' लोकश्चतुदशरज्ज्वात्मकः कटिस्थापितकरतिर्यक्प्रसारितपादपुरुषाकारो धर्मास्तिकायादिषद्रव्यपरिपूर्णः, अलोकः केवलाकाशास्ति
– સંબોધોપનિષદ્ જ્યાં રહેલા હોય તે સ્થાનથી તેમનો વ્યપદેશ થાય. જેમ કે સ્કૂલમાં છેલ્લી બેંચ પર બેઠેલા છોકરાઓ અવાજ કરતા હોય, તો એમ કહેવાય કે “છેલ્લી બેંચ અવાજ કરે છે.” તે જ રીતે પ્રસ્તુતમાં પણ ભગવાન્ ત્રિલોકગુરુ છે, અર્થાત્ ત્રિલોકવાસી એવા દેવ-નર-તિર્યંચ-અસુર વગેરેના ગુરુ છે. ગુરુ = તત્ત્વપ્રણેતા. જેઓ તત્ત્વનું જ્ઞાન આપે અથવા તો તત્ત્વમાર્ગે લઈ જાય, તેમનું નામ ગુરુ. ભગવાન ત્રિલોકગુરુ છે – ત્રણે ભુવનના વાસી એવા લોકોને ધર્મોપદેશ આપનારા છે.
બીજું વિશેષણ કહે છે – શ્રી વીર કેવા છે? – લોકાલોક પ્રકાશક છે. લોક ચૌદરજ્જુ પ્રમાણ છે. કોઈ પુરુષ પોતાના બંને હાથ કમર પર રાખે અને બંને પગ પહોળા કરે, તેના આકારવાળો લોક છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ –આ છે દ્રવ્યોથી લોક પરિપૂર્ણ છે. અલોક માત્ર આકાશાસ્તિકાયરૂપ