________________
૨૩૨ ગાથા-૪૫ - કુસંસર્ગને વિષે આંબાનું દૃષ્ટાન્ત સમ્બોધમતિ: अंबस्स य निंबस्स य, दुण्हंपि समागयाइ मूलाई । संसग्गीइ विणट्टो, अंबो निबत्तणं पत्तो ॥ ४५ ॥
'
व्याख्या चिरपतिततिक्तनिम्बोदकवासितायां भूमौ आम्रवृक्षः समुत्पन्नः । पुनस्तत्राम्रस्य च निम्बस्य च द्वयोरपि ‘સમારતે' હ્રીભૂતે ‘મૂત્તે' વુઘ્નૌ, તતશ્વ ‘સંસાં' સન્ના विनष्ट आम्रो निम्बत्वं प्राप्तः - तिक्तफलः संवृत्तः, यदुक्तम्" गुणा गुणज्ञेषु गुणीभवन्ति, ते निर्गुणं प्राप्य भवन्ति दोषाः । सुस्वादुतोयप्रवहा हि नद्यः, समुद्रमासाद्य भवन्त्यपेयाः ॥१॥" સંબોધોપનિષદ્ –
આંબો અને લીમડો, બંનેના મૂળિયાઓ ભેગા થઇ ગયા, સંસર્ગથી આંબો વિનષ્ટ થયો અને લીમડાપણું પામ્યો. ૫૪૫॥ (પંચવસ્તુક ૭૩૬, સંબોધ પ્રકરણ ૪૩૮, આવશ્યક નિયુક્તિ ૧૧૧૬, ઓઘનિર્યુક્તિ ૭૭૧)
લાંબા સમયથી પડેલા કડવા લીમડાના પાણીથી વાસિત થયેલી ભૂમિમાં આંબાનું ઝાડ ઉત્પન્ન થયું. વળી ત્યાં આંબા અને લીમડા બંનેના મૂળિયા સમાગત = એકીભૂત થયા. પછી સંસર્ગથી આંબો વિનાશ પામ્યો અને લીમડાપણું પામ્યો=કડવા ફળવાળો થઇ ગયો. જેથી કહ્યું છે કે - ગુણજ્ઞ જીવોમાં ગુણો ખરેખર ગુણરૂપ બને છે અને નિર્ગુણ જીવને પામીને ગુણો પણ દોષરૂપ બને છે. અત્યંત સ્વાદિષ્ટ પાણી જેમાં વહી રહ્યું છે, તેવી પણ નદીઓ સમુદ્રને પામીને અપેય બની જાય છે. ।।૧।।