________________
લખ્યોતિઃ ગાથા-૪૩ - કુસંગત્યાગ રરક तावता दिवाकरेण मनोरथदत्तश्रेष्ठिगृहे गत्वोक्तम्-श्रेष्ठिन् ! भार्याया दोहदोत्पत्तौ मयोन्मत्तेन कुमारो व्यापादितः, कृतं च रभसवृत्त्या कार्यम् । तथा वसन्तसेनापणाङ्गनायाश्च गृहे निवेदितम् । ततो राज्ञः पुरः श्रेष्ठिनोक्तं तद्भार्ययाऽपि चोक्तं मया स हतोऽस्ति । ततो द्वयोरपि मन्त्री अभयदानप्रदानपूर्वकं सुसङ्गतिं परीक्षितवान् । तदनु मन्त्रिणा राजा भोजनार्थमाकारितः। राज्ञो भोजनं विधाप्य सर्वालङ्कारविभूषितः कुमार उत्सङ्गे मुक्तः । राज्ञा विस्मितेन तुष्टचित्तेन भणितम्, किं कृतम् ? । स्वामिन् !
– સંબોધોપનિષદ્ - એટલામાં દિવાકરે મનોરથદત્ત શ્રેષ્ઠીના ઘરે જઈને કહ્યું કે, “હે શ્રેષ્ઠી ! મારી પત્નીને દોહદ ઉત્પન્ન થતાં, મેં ઉન્મત્ત થઈને રાજકુમારને મારી નાખ્યો. અને એ કામ-સહસા થઈ ગયું.” તથા વસંતસેના નામની વેશ્યાના ઘરે પણ એજ
રીતે કહ્યું.
પછી રાજા પાસે શ્રેષ્ઠીએ અને તેની પત્નીએ પણ કહ્યું કે મેં રાજકુમારને માર્યો છે. પછી મંત્રીએ તે બંનેને અભયદાન અપાવ્યું, અને તેના દ્વારા સુસંગની પરીક્ષા કરી. પછી મંત્રીએ રાજાને ભોજનનું આમંત્રણ આપ્યું. ભોજન કરાવીને સર્વ અલંકારોથી વિભૂષિત એવા રાજકુમારને મંત્રીએ રાજાના ખોળામાં મુક્યો. રાજાએ વિસ્મિત અને પ્રસન્ન થઈને કહ્યું કે - “આ શું કર્યું?” મંત્રીએ કહ્યું, “સ્વામી ! આપનું ઉત્તમપણું