________________
२२४ ગાથા-૪૩ - કુસંગત્યાગ सम्बोधसप्ततिः मूल्यमेतत्फलत्रयस्येत्येतद्भुझ्व । तेनापि तद् भुक्तम् । तृषा चोपशान्ता । तस्मिन्नधिकं प्रीतोऽभूत् कुमारः । ततोऽपि कियता कालेन गुणचन्द्रो राजाऽभूत् । तस्य सम्पूर्णैर्दिनैः सुतो जातः । स परिवारपरिवृतः सचिवदिवाकरगृहे व्रजति, तदा मन्त्री चिन्तयति, चेद्राजा मम गुरुदोषं सहते तदा ज्ञायते राज्ञ उत्तमत्वम् । ततो गृहागतः कुमारस्तेन लब्धलक्षेण प्रच्छन्नं भूमिगृहे स्थापितः । भोजनसमये राज्ञा कुमारो भानूदयं यावच्छोधितः परं न लब्धः । कथितं च परिजनेन स्वामिन् ! मन्त्रिगृहे प्रविशन् दृष्ट: । राज्ञा कुमारशुद्धिकरणविषये पटहो दत्तः,
– સંબોધોપનિષદ્ - ફળ આરોગો. રાજકુમારે તે આરોગ્યા. તૃષા શાંત થઈ. રાજકુમારને દિવાકર પ્રત્યે વધુ પ્રીતિ થઈ. પછી કેટલાક કાળે ગુણચન્દ્ર રાજા થયો. તેણે દિવાકરને મંત્રી બનાવ્યો. રાજપત્નીને સંપૂર્ણ દિવસે પુત્ર થયો. એકવાર તે રાજકુમાર પરિવાર સાથે દિવાકર મંત્રીના ઘરે જાય છે. ત્યારે મંત્રી વિચારે છે કે, “જો રાજા મારા મોટા દોષને સહન કરી લે, તો રાજાનું ઉત્તમપણું જણાય.” પછી લબ્ધલક્ષ્ય એવા મંત્રીએ ઘરમાં આવેલા કુમારને ગુપ્ત રીતે ભોંયરામાં રાખ્યો. ભોજન સમયે રાજાએ સૂર્યોદય સુધી કુમારને શોધ્યો, પણ તે ન મળ્યો. પરિજને કહ્યું કે હે સ્વામિન્ ! અમે કુમારને મંત્રીના ઘરમાં પ્રવેશતા જોયો છે. રાજાએ કુમારને શોધવાના વિષયમાં પટલ વગડાવ્યો.