________________
સન્ડ્રોથલતતિઃ ગાથા-૩૩ – આજ્ઞા વગરનું નિરર્થક ૧૬૨
व्याख्या - 'आज्ञाखण्डनकारी' आज्ञा जिना याम्"तसाइजीवरहिए, भूमीभागे विसुद्धए । फासुएणं तु नीरेणं, इयरेणं गलिएण उ ॥१॥ काऊणं विहिणा पहाणं, सेयवत्थनियंसणो । मुहकोसं तु काऊणं, गिहबिंबाणि पमज्जए ॥२॥ गंधोदएण न्हावित्ता, जिणे तेल्लोक्कबंधवे । गोसीसचंदणाईहिं, विलिंपित्ता य पूयए ॥३॥" इत्यादिरूपा तस्याः खण्डनकारी, यद्वा सामान्यतः आज्ञाखण्डनकारी स्वमतिकल्पनाशिल्पोपजीवी सन् यद्यपि 'त्रिकालं' त्रिसन्ध्यं
– સંબોધોપનિષદ્ - જે આજ્ઞાનું ખંડન કરનાર છે. જિનપૂજાના વિષયમાં આ આજ્ઞા છે – જે ત્રસ વગેરે જીવોથી રહિત હોય એવા વિશુદ્ધ ભૂમિભાગમાં પ્રાસુક જળથી અથવા ગાળેલા એવા અપ્રાસુક જળથી તેના વિધિથી સ્નાન કરીને શ્વેત વસ્ત્રોનું પરિધાન કરીને (ઉપલક્ષણથી અન્ય પણ શુભ વર્ણના વસ્ત્રનું પરિધાન કરીને), મુખકોષબાંધીને, ઘર દેરાસરની પ્રતિમાઓનું પ્રમાર્જન કરે, ગંધોદક = સુગંધી જળથી રૈલોક્ય બાંધવ એવા જિનોને
સ્નાન કરાવીને, ગોશીષ ચંદનથી વિલેપન કરીને પૂજન કરે. Ill (શ્રાદ્ધદિનકૃત્ય ૨૩-૨૪-૨૫ ગાથાસહસ્ત્રી ૨૧૫-૧૬) ઇત્યાદિ રૂપ જિનપૂજા સંબંધી આજ્ઞા છે. તેનું જે ખંડન કરે, અથવા તો જે સામાન્યથી આજ્ઞાનું ખંડન કરનાર હોય, તે પોતાની બુદ્ધિરૂપ કલ્પના શિલ્પ પર ઉપજીવન કરનાર ભલે ત્રિકાળ