________________
९१
सम्बोधसप्ततिः ગાથા-૧૧ સારંભ ગુરુ સ્વપરને ડુબાવે पाइतो सो । पढमं पच्छणं पिबति । पच्छा पायडंपि पिबितुमाढत्तो । पच्छा अइपसंगेण मंसासी जातो । पक्कणेहि सह लोद्धेतुमाढत्तो । तेहिं चेव सह पिबति खाति संवसति य । पच्छा सो पितुणा सयणेण य सव्वबज्झो अप्पवेसो कओ । अण्णता सो पडिलग्गो, बितिओ से भाया सिणेहेण तं कुडि पविसितूण पुच्छति, देति य से किंचि । सो पितुणा उवलभितूण णिच्छूढो । ततिओ बाहिरपाडए ठितो पुच्छति સંબોધોપનિષદ્ -
I
કહેવા દ્વારા તે બ્રાહ્મણપુત્રને મદિરા પીવડાવી. તે પહેલા ગુપ્ત રીતે પીતો હતો, પછી પ્રગટ પણ પીવા લાગ્યો. પછી તો અતિપ્રસંગથી માંસભક્ષી થયો અને ગહિતોની સાથે નિવાસ (?) કરવા લાગ્યો. તે તેમની જ સાથે પીવે છે, ખાય છે અને રહે છે. પછી તેના પિતાએ અને સ્વજને તેને સર્વબાહ્ય કર્યો, સમાજાદિમાંથી બહિષ્કૃત કર્યો અને તેને ઘર વગેરેમાં પ્રવેશવા માટે અનધિકારી ઠેરવ્યો.
અન્ય સમયે તે સ્વજનો પ્રત્યે અભિમુખ થયો. તેનો બીજો ભાઇ પ્રેમથી તેની ઝૂંપડીમાં જઇને તેને કુશળ પૂછે છે અને તેને કાંઇક (આહારાદિ) આપે છે. તેના પિતાએ તેનું સ્વરૂપ જાણ્યું અને તેને પણ કાઢી મુક્યો. ત્રીજો પુત્ર બહારની પોળમાં ઊભો રહીને તેને કુશળ સમાચાર પૂછે છે. અને તેને કાંઇક (આહારાદિ) આપે છે. પિતાએ તેને પણ કાઢી મુક્યો.