________________
૭૦
श्रामण्योपनिषद्
તરણીથી તિમિર મહંત રે, ચંદથી તાપ ઝરત રે, અમૃતથી ગદ હંત રે, મદ ન કરે તેહ સંત રે.
અનુભવ૦ ૭ સ્તબ્ધ હોય પર્વત પરે, ઉર્ધ્વમુખી અભિમાની રે, ગુરુજનને પણ અવગણે, આપે નવિ બહુમાન રે; નવિ પામે ગુરુ માન રે, ધર્માદિક વર ધ્યાન રે, ન લહે તેહ અજ્ઞાન રે, દુર્લભ બોધિ નિદાન રે. તે લહે દુઃખ અસમાન રે, અનુભવરંગી રે આત્મા. ૮ એમ જાણીને રે આતમાં, છંડીજે અભિમાન રે, માર્દવ ગુણ જેમઉપજે, વાઘે (જસ જસ=જસ બહુ)માન રે; થાઓ સંયમ સાવધાન રે, નહિ તસ કોઈ ઉપમાન રે, જ્ઞાનવિમલ ધરો ધ્યાન રે, અનુભવ રંગી રે આતમા. ૯
ઢાળ-૩
મૃદુતા ગુણ તો દઢ હોવે, જો મન ઋજુતા હોય, કોટરે અગ્નિ રહ્યું છ0, તરૂ નવિ પલ્લવ હોય. ૧ આર્જવ વિણ નવિ શુદ્ધ છે, અશુદ્ધ ન ધારે ધર્મ, મોક્ષ ન પામે ધર્મ વિણ, ધર્મ વિના નવિ શર્મ. ૨