________________
श्रामण्योपनिषद् એમ જાણીને મૈત્રી આદરોજી, કીજે સમતા સંગ; જ્ઞાનવિમલસૂરીશ્વર કહે ઈસ્યુજી, ખંતી શિવસુખ અંગ.
પહેલો૦ ૧૦
(દૂહા) વિનયતણો એ હેતુ છે, ક્ષમા પ્રથમ ગુણ જાણ; વિનયાધિષ્ઠિત ગુણ સવિ, તે મૃદુતા અનુમાન. ૧ જેમ પડસૂદી(લી) કેળવી, અધિક હોયે આસ્વાદ; તેમ માર્દવ ગુણથી લહે, સમ્યજ્ઞાન સવાદ. ૨
ઢાળ-૨ બીજો ધર્મ એ મુનિ તણો, મદવનામેં તે જાણ રે, મૃદુતા માન નિરાસથી, વિનયાદિક ગુણ ખાણ રે; વિનયે શ્રુત સુપ્રમાણ રે, શ્રુત તે વિરતિનું ઠાણ રે, અનુક્રમે કર્મ નિર્વાણ રે, અનુભવરંગી રે આતમાં. ૧ મૂકતું માનનો સંગ રે, નિર્મલ ગંગ તરંગ રે, જેમ લહે જ્ઞાન પ્રસંગ રે, હોયે અક્ષય અભંગ રે; સુજશ મહોદય ચંગ રે, સમકિત જ્ઞાન એકંગ રે, સહજ ગુણે સુખ સંગ રે, અનુભવરંગી રે આતમા. ૨ માન મહા વિષધરે ડચ્યા, ન રહે ચેતના તાસ રે, આઠમદ ફણાટોપશું, અહનિશિ કરતા અભ્યાસ રે;