________________
૩૦
ખંડન; 'સત્ જો અસત્ થાય, તો અશત્ ઉત્પન્ન થાય'ની આપત્તિ (પૃ. ૩00), નિરાધારતા-અનન્વયની આપત્તિ (પૃ. ૩૦૧), નિયોગ અપ્રામાણિક.
*(૧૦) સિદ્ધનું સુખ, સ્થાન, ગતિ : મોક્ષ અંગે દાર્શનિક સાંખ્યવેદાન્તી બૌદ્ધ-પાશ્ચાત્ય-અવતારવાદીની માન્યતાઓની સમીક્ષા (પૃ. ૩૦૪) સિદ્ધોનું સુખ અવિનશ્વર, સ્થાન સિદ્ધશિલા, ત્યાં ગમન સહજ પુનર્પતન નહિ. *(૧૧) ભવ્યોનો કદી ઉચ્છેદ નહિ. (પૃ. ૩૦૭) એમાં દલીલ અને શાસ્ત્રપ્રમાણ ભવ્ય-જાતિભવ્ય-અભવ્ય (પૃ. ૩૦૯) *(૧૨) વ્યવહાર એ તત્ત્વનું અંગ (પૃ. ૩૧૦) એનાં ૩ કારણ, દાખલા (૧૩) જિનાજ્ઞા સમતભદ્રા (પૃ. ૩૭૪) ત્રિપરીક્ષાશુદ્ધ-માર્માભિમુખમાર્ગપતિત-પરિણતિજ્ઞાન, આજ્ઞાપ્રિયતા-ઔચિત્ય, સંવેગ. *(૧૪) અપાત્રને જિનાજ્ઞા ન દેવામાં કરુણા (પૃ. ૩૧૭) – તારક જિનાજ્ઞા અયોગ્યને કેમ વધુ નુકશાનકારક? – આજ્ઞાનું પરિણમન-અંતિમ નમસ્કાર અને અભિલાષા-આ રીતે આ ગ્રંથવિવેચનનો ટૂંક ખ્યાલ અપાયો.
* કહેતાં ખેદ થાય છે, કે આવા ચમત્કારી અને કલ્પનાતીત વિદ્વત્તાથી સંપન્ન મહર્ષિને વિવેચનમાં કલ્પિત ભૂલ બતાવવાનું, તથા વધુ ઠીક અર્થ બતાવવા એમના કેટલાક અર્થને અઠીક ઠરાવવાનું અને પોતાના અનુવાદ પ્રયાસમાં ઢગલાબંધ ક્ષતિઓ કરવાનું એક આધુનિક પ્રોફેસર ઉપાધ્યાય (રાજારામ કોલેજ, કોલ્હાપુર) સાહસ કર્યું છે. પ્રસંગવશાત્ એમના અંગ્રેજી ટિપ્પણઅનુવાદને જોતાં આ એમનો ગંભીર અન્યાય ખ્યાલમાં આવ્યો