________________
ર૭ આમાં કરોળિયાનું જાળું, ૪ ગતિનાં દુઃખ, કર્મરોગનાશક આશ્રવ-સંવરાદિની મોટી યાદી, કર્મરોગ કાઢનારી ઊંચી હૉસ્પિટલ સંયમજીવન, વગેરે બતાવી તૃષાતુર બાળમુનિનું દૃષ્ટાંત કહ્યું.
*(૧૩) 'ગુરુબહુમાનથી જ પરમગુરુસંયોગ. અબહુમાનથી સંસાર'માં (પૃ. ૨૫૪) ગુરુની અસંગ નિસ્વાર્થ અને નિર્મોહી ભક્તિ, ગુરુને માને તે જ મને માને છે' એવી જિનાજ્ઞા, અબહુમાનવાળું ચારિત્ર કુલટાના ઉપવાસ જેવું, વિષાક્તવત્ સંસારવર્ધક, ગુરુબહુમાન કલ્યાણધામ (પૃ. ૨૫૭) વધતું ગુરુમમત્વ દીર્ઘજીવી, પરમગુરુ-જિનસંયોગકારી, શુભોદયરૂપ ભવચિકિત્સક, શાલિભદ્રને પૂર્વભવનું ગુરુમમત્વ ફળ્યું; એની સર્વસુંદરતા, પ્રશમનાં ૩ કારણ -ગુણાનુકુળ આત્મ-પરિણામ, પ્રગટ ગુણમાં વિશિષ્ટ ભાવોલ્લાસ, શાસ્ત્રબોધે વિવેકપ્રજ્ઞા; દા.ત. તીર્થદર્શન-ગુરુશ્રવણે આ ત્રણ; માપતુષ મુનિ; ૧૨ માસમાં ક્રમશઃ તેજોવેશ્યાવૃદ્ધિ, તે વ્યંતરલેશ્યાથી માંડી અનુત્તરદેવલેશ્યાને લંઘે; અનાદિ કૃષ્ણ મટી શુક્લ બનવાના ૫ ઉપાય - (પૃ. ૨૬૦) "અહિંસાદિવ્રત અખંડ, અમાત્સર્ય, કૃતજ્ઞતા, શાસ્ત્રાદિ સમ્પ્રવૃત્તિ, પંહિતાનુબધી પ્રયત્ન, હિતાનુબન્ધના ૫ માર્ગ, - “નિરાશસ-નિરતિચારપાલન-વૈરાગ્યજમૈત્રીઆદિ-જિનવચન પુરસ્કરણ, વગેરે દર્શાવ્યું.
*(૧૫) લોકસંજ્ઞાત્યાગ-પ્રતિશ્રોતાગમન'માં (પૃ. ૨૬૧) કર્માનુબંધવિચ્છેદ, શુક્લવિરોધી ગુણોથી કૃષ્ણદશા, ભવાભિનંદીની ક્રિયા પર પ્રતિ ત્યજી લોકહેરી-વિજય તથા પ્રતિશ્રોતગમન