________________
१४
રીતે તે દર્શાવતાં કૃષ્ણ અને ઋષભદેવનાં દૃષ્ટાંતથી જિનવચનની અનન્ય વિશિષ્ટતા બતાવી, એમાં પ્રભુનો ૯૮ પુત્રોને ઉપદેશ કહ્યો. પછી પાંચ સૂત્રોના ક્રમનું પ્રયોજન, સૂત્રનામનો ભાવાર્થ, દ્વાદશાંગીસાર જ્ઞાન-ક્રિયા, ને નિર્બીજ-સબીજ ક્રિયા (પૃ. ૧૩) નું સ્વરૂપ કહ્યું.
આ પછી તો ટૂંકમાં પતિત-ઉત્થિત અસ્થા બહુ સ્પષ્ટ કરી તેમાં પંચસૂત્રનો માર્ગ ભવાભિનંદીને ન જચવાનું કહી. એના ક્ષુદ્રતાદિ ૮ દુર્ગુણો કથાઓ સાથે વિસ્તારથી વિચાર્યુ. (પૃ. ૧૫) ૧. પર્વત-નારદની કથા સાથે આમાં ક્ષુદ્રની વિચારણા. ૨. લોભતિની ભયાનકતા-કપિલ કેવળી-મમ્મણ શેઠ નાળિયેરીજીવનાં દૃષ્ટાંત (પૃ. ૨૧), ભવવ્યાધિનું કુપથ્ય લાભલોભ, ૩. દીનતા શું શું કરાવે, (પૃ. ૨૪) ૪. માત્સર્યની દુર્દશા સિંહગુફાવાસી મુનિ (પૃ. ૨૭) ૫. ભયની અવદશા, તિજોરીમાં શેઠ, ૭. શઠતા પર ચંદ્રકાંતના નોકરની કથા, ૭. અજ્ઞતા-મૂઢતા કેવી ? (પૃ. ૩૪) મૂઢ પંડિત, ૮. નિષ્ફળારંભનું રહસ્ય, ભવાભિ૦ માં દોષસહજતા વગેરે કહ્યું. (પૃ. ૩૭થી) અવ્યવહાર વ્યવહારરાશિ-કૃષ્ણપક્ષ-ચ૨માવર્ત-ભવ્યત્વનો પાસપોર્ટ, સહજમળહ્રાસ, યોગની પહેલી ૪ દૃષ્ટિ, ૫ યોગબીજ, યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિભેદ, અંગારમર્દક-કથા (પૃ. ૪૨), ધર્મસાધનાનો દુર્લભ પુરુષાર્થકાળ, સમ્યગ્દર્શન, સાનુબંધ ક્ષયોપશમ, એના ઉપાય, નંદમણિયાર (પૃ. ૪૫),અને આરાધક ભાવનું શ્રેષ્ઠ કર્તવ્ય બતાવી ભૂમિકા પૂર્ણ કરી.
–