________________
પરિણામે વિરસ એવી બીજી વૃત્તિ (ચારિ) ને ચરે છે. નારકને વિષે તો આ વૃત્તિનો સંભવ નથી કારણ કે, લેશમાત્ર સુખનો અભાવ હોવાથી અથવા કેટલાક વૈક્રિય શક્તિ આદિ વડે શત્રુનો પરાભવ ક૨વાથી ગર્વ માત્રના સુખને પામે છે. આટલી જ વૃત્તિને પામે છે. III
તથા તિર્યંચ ને વિષે અરવિન્દ રાજર્ષિથી બોધ પામેલા મરૂભૂતિનો જીવ હાથી, શ્રી વીર પ્રભુ વિ. થી બોધ પામેલો ચંડકૌશિક વિ. સર્પ, બલદેવ ઋષિથી બોધ પામેલો મૃગ, મંત્રીથી બોધ પામેલો મકરધ્વજ, કુમારથી કપાયેલા પગવાળો ભદ્ર પરિણામી પાડો, મણિપતિ ચરિત્રમાં કહેલ ઋષભદાસ શ્રેષ્ઠિથી પ્રતિબોધ પામેલો બળદ, મુનિથી બોધ પામેલો જંગલી ગેંડો, શ્રી જિન પ્રતિમાના આકાર સમાન મત્સ્ય ને જોઈ પ્રબોધ પામેલો શ્રેષ્ઠિ પુત્રનો જીવ માછલાની જેમ, ખાડો ખોદાવી ઉપર છાણ લગાવી તેના ઉપર ઝાડનું રોપણ ક૨વું અને તેના ઉ૫૨ ઘણા યજ્ઞો કરાવી હે ! મૂર્ખ હવે બડ બડ શું કરે છે ? એ પ્રમાણેની વાણી વડે મુનિથી બોધ પામેલા અને સરોવ૨, યજ્ઞાદિ કરાવનાર બ્રાહ્મણના જીવ બકરાની જેમ, ભ્રાંતિકારી મનવાળા હે શેઠ ! ઉઠો કર્મ વશે હાથી થયા છો ઈત્યાદિ રાજપુત્રીની વાણી (વચન) વડે પ્રબોધ પામેલા લાખ (સોના મહોર) આપનાર શ્રેષ્ઠિનો જીવ હાથીની જેમ, કેટલાક ગર્ભજ પંચેન્દ્રિયો જાતિસ્મરણ વિ. વડે અથવા અધિક જ્ઞાનીઓ વડે અપાએલા બોધ વિ. થી અથવા દેશવિરતિ, તપ, નિયમ, બ્રહ્મચર્ય વિ. અનુષ્ઠાનથી સહસ્ત્રાર (૮ મા) દેવલોક સુધીના દેવાદિના સુખને પશુઓ પામે છે તેવી રીતે મનુષ્યને વિષે પૂર્વે બતાવેલ રીતે સમ્યગ્દષ્ટિ ભદ્ર પરિણામી પ્રકૃતિવાળા મનુષ્ય શ્રાવક વિ. દેવોમાં વિદ્યુનમાલી દેવ વિ. ની જેમ, કેટલાક મિથ્યાદ્દષ્ટિ બાલતપ અનુષ્ઠાન, નિયાણા સહિત સરાગવિધિ (ક્રિયા), કષાયયુક્ત તપ અનુષ્ઠાન વિ. થી ક્ષુદ્ર દેવપણું પામેલા પાછળથી કોઈકથી બોધ પામેલા (સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલા) જિન, ચૈત્ય, મુનિ, સંઘ વિ. ની ભક્તિ પૂજા, વિઘ્નને દૂર કરનાર, ધર્મમાં સહાય કરનાર, દાન વિ. પુણ્યકર્મ વડે ભવાંતરમાં ઉત્તમ નરભવ, બોધિની પ્રાપ્તિ, વિશિષ્ટ પુણ્યાનુષ્ઠાન, ઉત્તરોત્તર મોક્ષ સુધીની સુખ સંપત્તિને યોગ્ય, દેવો અને દેવી પણ થાય છે. નરકમાં કેટલાક મિથ્યાદ્દષ્ટિ પણ તેવા પ્રકારના
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 44 મ.અ.અંશ-૧,તરંગ-૬