________________
તેવી રીતે - તીર્થંચમાં કાગડા, બિલ્લી, કૂતરા, સર્પ, ભૂંડ, વાઘ વિ. આલોકને વિષે સર્વ જન્તને (પ્રાણીને) ઉદ્વેગ (ખેદ – પીડા) કરાવનાર જીવહિંસા કરનાર હોવાથી લોકોને નિંદ્ય, અપવિત્ર, પાપકારી, આહાર વિ. વાળા હોવાથી, નીચકુલના ચંડાળ પોતાની અને બીજાની જાતિ માટે ક્રૂર પશુ સિંહ વિ. દ્વારા મારવાપણા વિ. થી અને મનુષ્યોમાં જંગલના ભીલ વિ. આદિવાસિયો પહેલા બતાવેલી નીતિ વડે અને દેવોને વિષે મિથ્યાદષ્ટિ વ્યંતર, ભૂત, પ્રેત, પિશાચની હિંસા કરવા અને કરાવવા વિ. માં તત્પર ચંડિકા ચામુણ્ડાદિ ક્ષુદ્ર દેવ દેવતા (કિલ્બિષિક) આભિયોગિક દેવ વિ. આલોકમાં સર્વ દેવ મનુષ્ય ધ્વારા નિંદા, પરાભવ (તિરસ્કાર) નું સ્થાન વિ. બાકી રહેતા શેષ સુખના અભાવ વિ. થી અને મિથ્યાદષ્ટિ નારકો નરકમાં ક્ષેત્રકૃત વેદના પરમધામિકે(એ) કરેલા પરસ્પર ઉત્પન્ન કરેલા ત્રિવિધ પ્રકારની મહાવેદનાની પીડાથી દુઃખી થયેલા અને પરલોકમાં બધાય મિથ્યાદિ ચાર (મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ) કર્મબંધના કારણ હોવાથી તિર્યંચ વિ. ના દુઃખનું ઉપાર્જન કરવાથી, મુખે અને પરિણામે વિરસ વૃત્તિ (આજીવિકા) ને ચરે છે. અને તે પ્રાયઃ મિથ્યાત્વ હિંસાદિ આશ્રવ કષાય દુષ્ટયોગની પ્રવૃત્તિનું કારણ હોવાથી સ્વહિતના અર્થિઓએ છોડવા યોગ્ય છે. ઈતિ..૧.
તેવી રીતે તિર્યંચને વિષે બીજા (પશુઓ) થી નિર્ભય સિંહ, વાઘ, અષ્ટાપદ, ૧000 યોજન વિ. ના શરીરવાળા મહાસર્પ, અજગર, મોટા માછલાંઓ મનભાવતો આહાર, વિષય વિ. ની પ્રાપ્તિ કરનારા બીજાઓથી મરણાદિના ભયથી રહિત અને પરલોકમાં ૪ થી ૫ મી નરકમાં જનારા. મનુષ્યોમાં પૂર્વે કહેલી યુક્તિવડે કુનૃપ, અમાત્ય, પુરોહિત, મ્લેચ્છ વિ., દેવને વિષે મિથ્યાષ્ટિ સંગમ, નારકીઓને પીડાકારી પરમાધાર્મિક વિ. ભવનપતિ દેવો, વિ. દેવતા સંબંધી વિષયસુખ ભોગવતા હોવા છતાં પણ મોહ કષાય વિ. વડે નગરનાશ, દેશનોનાશ, જૈનમુનિ, ગુરુ, ચૈત્ય સંઘાદિને પ્રતિકૂલ ઉપસર્ગો કરાવવા વિ. ના મહાપાપ વડે પૃથ્વી, અપુ, તેલ, વનસ્પતિ, પંચેન્દ્રિય ગર્ભજ ત્રિર્યચ, કુષ્ટાદિ વ્યાધિવાળા, બહેરા, ચંડાલાદિ મનુષ્ય દુઃખમય દુર્યોનિવાળા કેટલાક ભવ પછી ભમી) નરકાદિમાં જનારા મુખે સરસ અને ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (43).અ.અંશ-૧,તરંગ-૬||