________________
યતિઓ પ્રાપ્ત હોવાથી અને વળી અહીંયા પ્રથમ પંક્તિ વિના આગળની ત્રણેય પંક્તિમાં અલ્પતમ જ છે. અને ક્રમથી અતિ અલ્પતમ અને દુર્લભ છે. આ ત્રણે પંક્તિમાં આવેલા નિશ્ચિત કરીને આ ત્રણે પંક્તિના ફલરૂપ પાંચમી સિધ્ધ પંક્તિને પામે જ છે. એ પ્રમાણે સંસારથી અતીત (વેગળી) પાંચમી પણ પંક્તિ જાણવી અને તે અનંત, અવ્યય, અમિશ્ર, જ્ઞાન, દર્શન, સુખ, વીર્યમયી છે. તેને રૂપ નથી, સ્પર્શ પણ નથી એ પ્રમાણે આચારાંગના કહેવાથી “કલ્યાણકર શિવ અચલ અરૂપ અનંત” ઈત્યાદિથી “જ્યાં કોઈ મિથ્યાત્વી” ઈત્યાદિ આગમમાં કહેવા પ્રકારોવડે જાણવું ઈતિ.
આથી જ અનંત એવા અભવ્યને વિષે અને તેવી રીતે અનંત ભવ્યને વિષે સ્વલ્પજ જીવો બીજી વિ. ત્રણ પંક્તિના લાભથી ક્રમે કરીને પાંચમી પંક્તિ ધન્ય પુરૂષો જ પામે છે. ઉત્કૃષ્ટથી પણ એક સમયમાં ૧૦૮ સંખ્યા પ્રમાણવાળા તેવા પ્રકારના જીવોને પ્રાપ્ત થતું હોવાથી અતિ અલ્પસૂચક બતાવતું ધન્ય એ એક વચન છે ઈતિ.
શ્લોકાર્ય - ઉત્તરોત્તર ગુણવાળી આ ચાર પંક્તિઓ જાણીને ભવિઓને પાંચમી ફલરૂપ બનો, વિરતિમાં એવી રીતે પ્રયત્ન કરો કે જે રીતે જલ્દી મનવાંછિત મોહ ઉપર જયરૂપ લક્ષ્મીને પામો ઈતિ
તપાગચ્છાધિપતિ મુનિસુંદરસૂરિ વિરચિતે મધ્યાધિકારે પ્રથમ અંશે સંસારી જીવની ચાર પંક્તિના વિચારનો પાંચમો તરંગ પૂર્ણ.
| | તરંગ ૫ મો પૂર્ણ... !
મધ્યાધિકારે પ્રથમ અંશે તરંગ - ૬I
શ્લોકાર્ધ - જયરૂપ લક્ષ્મી, ચંદ્રસમાન ઉજવલ કિર્તી, સકલમંગલ સુખ સમૃધ્ધિને આપનાર ભવદુઃખને હરનાર જે છે તે જિનધર્મ રૂપ કલ્પવૃક્ષ જય પામો..... /૧
વળી તે ધર્મને આજીવિકા માટે પાપમાં આસક્ત લોકો આચરવામાં | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (36) .અ.અંશ-૧,તરંગ-5
*************************
*************
****
**********
::::::::::::::::::::::::::::