________________
માતા, શ્રી ભરતચક્રી, પૃથ્વીચંદ્ર ગુણસાગર કૂર્માત્ર વિ. ની જેમ સ્વર્ગ અને મોક્ષના સુખને આપે છે. ઈતિ. પૃથ્વીચંદ્ર ગુણસાગરનો વૃત્તાંત આ પ્રમાણે
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર)
અયોધ્યા નામની નગરીમાં હરિસિંહ નામે રાજા હતો તેને પદ્માવતી રાણી હતી. પૃથ્વીચંદ્ર નામે પુત્ર હતો. સાધુના દર્શનથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને તેથી ભવથી વૈરાગ્ય પામ્યો હતો છતાં રાજાએ બળાત્કારે સોળ કન્યાઓ સાથે પરણાવ્યો. ઉલ્ટી તે પણ બધી બોધને પામી (તેણે તેણીઓ ને પ્રતિબોધિત કરી).
રાજાએ ચિતવ્યું. ... અહો ! આને બંધન અબંધન રૂ૫ થયું પછી તેને રાજ્ય પર બેસાડ્યો એક વખત સભામાં બેઠેલા પૃથ્વીચંદ્રકુમારની પાસે ગજપુરથી સુધન નામે વણિક ત્યાં આવ્યો ત્યારે પૃથ્વીચંદ્ર કુમારે કહ્યું કે કંઈક આશ્ચર્યકારી કહે.
સુધન બોલ્યો - હસ્તિનાગપૂરમાં મહાધનવાન રત્નસંચય નામનો શ્રેષ્ઠિ છે. તેને સુમંગલા નામે પત્ની છે. અને ગુણસાગર નામે પુત્ર છે. તેને એક વખત કેટલાક ધનિકોએ આઠ કન્યાઓ આપી તે ક્રીડા ઉદ્યાનમાં ગયો. તેણે ત્યાં મુનિને જોયા અને તેને મુનિના દર્શનથી જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું ઘરે જઈને માતપિતાને કહ્યું હું નિશ્ચિત (ચોક્કસ) દીક્ષા ગ્રહણ કરીશ... ત્યારે પિતાએ ગુણસાગરને લગ્ન માટે આગ્રહપૂર્વક કહ્યું તેણે તેમના વચનને સ્વીકારી લીધા અને કહ્યું કે વિવાહ કરીને વ્રતને માટે (સંયમ માર્ગે) હું જઈશ એટલો મારો આગ્રહ છે. પિતાએ પણ તેણે કહેલી વાત કન્યાઓ ને જણાવી ત્યારે તે કન્યાઓએ કહ્યું કે હે તાત! જો અમારો સ્વામિ સંયમનો (અભિલાષી) આગ્રહી છે. તો અમે પણ તેની સાથે જ સંયમને ગ્રહણ
કરશું.
:::::::
. .
. . . . . . .
. . . .
.
. . ::
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (16) મ.અ.અંશ-૧,તરંગ
મess ::::::::::::::::::
: