________________
ભાગનું આયુષ્ય બાંધે છે. પૌષધમાં ૨૭૭૭૭૭૭૭૭૭ પલ્યોપમથી પલ્યોપમના નવ ભાગમાંથી ૭ ભાગ અધિક જાણવા. ‘‘પલ્યોપમના નવ ભાગમાંથી ૭ ભાગ એ પ્રમાણેના વચનથી”
એ પ્રમાણે પૂજાદિ :- દ્રવ્ય ભાવ આદિ ભેદે ઘણા પ્રકારની જિનપૂજા તેજ ભવે દેવપાલની જેમ રાજ્ય અને બીજા ભવમાં કુમા૨પાલ, સ્થવિરા, (ઘરડી ડોશી) વરસેના, અશોકમાલાદિ ની જેમ રાજ્યાદિ ઋધ્ધિને આપે છે.
આદિ શબ્દથી સ્વર્ગ વિ. બીજી સ્થવિરા (ડોશી) દર્દુરાંક, નન્દનાદિ આઠ કુમાર વિ. ની જેમ અને પૂણ્યાઢ્ય નામના રાજા વિ. ની જેમ મોક્ષને પણ આપે છે. મનથી ૧ ઉપવાસ, ઉઠતાં છઠ્ઠલ, જવાની શરૂઆત કરતાં અઠ્ઠમના ઉપવાસનું ફળ, રસ્તામાં ચાલતા ૫ ઉપ. નું ફળ, મધ્યમાં આવતાં ૧૫ ઉપ. નું ફળ, ઈત્યાદિ જિનપૂજાના પ્રભાવને બતાવતા શાસ્ત્રો અહીંયા જાણી લેવા (જાણવા) તેવી રીતે દાન વિ. એ પ્રમાણે કહેલા આદિ શબ્દથી અહીંયા પણ સેવક, યુગલ, શીતલાચાર્ય, શ્રી ઋષભદેવનો ભવ જીવાનંદ વૈદ્ય તરીકેનો વિ. દૃષ્ટાંતોથી ગુરૂવંદન વૈયાવચ્ચ વિ. નો મહિમા જાણવો, શ્રી ભરત ચક્રવર્તી, વજકર્ણ રાજાને સહાય આપનારા શ્રીરામ, લક્ષ્મણ, ઘરડા ચંડાલ વિ. ના દૃષ્ટાંતો વડે સંઘ સાધર્મિક વાત્સલ્યના પ્રભાવને પણ જાણવો.
તેવી રીતે દાનાદિ :- દાન ઘણા પ્રકારના છે થોડું પણ દાન તે ભવે મૂલદેવાદિની જેમ રાજ્યને અને ભવાંત૨માં પણ અમરસેનાદિની જેમ અને સુંદર વણિકાદિની જેમ, તેજ ભવે પણ ભોગોને, ભવાન્તરે શ્રી વીર પ્રભુનો જીવ નયસાર, શ્રી શાલીભદ્ર, ધન્યકુમાર, કૃતપૂણ્યાદિની જેમ, અને સ્વર્ગ જીરણ શેઠ, રથકાર વિ. ની જેમ, યુગલિક ભોગો અને સ્વર્ગાદિ ધનસાર્થવાહ વિ. ની જેમ અને મોક્ષ ચંદનબાલા શ્રેયાંસકુમાર વિ. ની જેમ આપે છે.
આદિ શબ્દથી શીલ નારદ, સુદન વિ. ની જેમ મોક્ષ અને તેજ ભવમાં ધમ્મિલાદિની સ્વર્ગ, મોક્ષ, તીર્થંકર, ચક્ર, વાસુદેવ, અહમિન્દ્ર આદિ પદોને આપે છે. અને ભાવ પૂજા,દાન, સંયમ વિ. વિષયો ઘણા પ્રકારના છે. તેમાં સ્થવિરા, દુર્દરાદિ, જીરણ શેઠ, બળદેવઋષિ, ભગત એવો મૃગ વિ. મરૂદેવા
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 15 મ.અ.અંશ-૧,તરંગ-૩