________________
ભાવાર્થ - દોરી તરફ નમેલા ધનુષ્યની જેમ ગુણાનુરાગી જીવો આશ્ચર્યકારી લક્ષ્મીને મેળવે છે. જ્યારે ગુણ (દોરી) વગર નમેલા લાકડાની જેમ ગુણાનુરાગ વિનાના વકપણું વિ. અપયશને પામે છે. રરો छायाफलजलसहिता जलाशया दुर्लभा यथा लोके । सौहृदबोधमहत्त्वान्वितास्तथा मानवा लोके ।।२३।। ભાવાર્થ :- જેમ જગતમાં છાયા, ફલ, જલવાળા સરોવરો દુર્લભ છે. તેવી રીતે જગતમાં મૈત્રીભાવનાવાળા, શાસ્ત્રીય જ્ઞાન (બોધ) વાળા, મોટા પણાએ કરીને સહિત એવા માનવો મળવા કઠીન-મુશ્કેલ છે. lal प्रागेव केचिन्मधुरा घृतादिवत्,
प्रान्ते च चूतादिकवत् परेऽङ्गिन : । द्राक्षादिवत् केऽप्युभयत्र केचन,
द्वयेऽपि नैवेन्द्रकवारणादिवत् ।।२४।। ભાવાર્થ - પહેલા કેટલાક જીવો ઘી આદિની જેમ મધુર (તારા) હોય છે અને બીજા કેટલાક લોકો આંબાના ફળ (કેરી)ની જેમ પાછળથી મીઠાશવાળા હોય છે. વળી કેટલાક દ્રાક્ષાદિની જેમ પૂર્વ અને પશ્ચાત (પહેલાં અને પછી) એમ બન્ને રીતે મધુર હોય છે. અને કેટલાક બન્ને રીતે પહેલાં અને પછી કપાકફલની જેમ કટુ હોય છે. પુરા भुवो भारकराः सन्ति कुत्र कुत्र न केऽद्रयः । दध्युः कुलाचला एव युगान्ताब्धिप्लुतां महीम् ।।२५।। ભાવાર્થ - પૃથ્વીને ભારરૂપ પર્વતો ક્યાં ક્યાં નથી ? અર્થાત્ બધે જ છે. યુગના અંતે સાગરમાં ગરકાવ થતી ધરાને કુલાચલ પહાડોજ ધારણ કરે છે. Iીરપા न भूच्छिष्टाम्बुपान् कान् के तर्पयन्ति जलाशयाः । चातकांस्त्वम्बुदा एवानुच्छिष्टैकाम्बुपायिनः ।।२६।।
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અપરતટ અંશ - ૭