________________
विसमा देसा दुट्ठा निवाइआ भयकुगुरुखलरोगा । देहधणाइ अणिच्चं जीवे बोहिंति कलिकाले ||५||
ભાવાર્થ :- આ કલિકાલમાં દુઃખકારી દેશો છે. ધર્મહીના કુગુરૂઓ, દુષ્ટએવા દુર્જનો અને રોગરૂપી ભયો રહેલા છે. શરીર ધન વિ.ની નશ્વરતા પ્રાણિયોને બોધિત કરે છે. II)
नाऊण भवसरूवं तणुसयणधणएसु विगयरागस्स । सुरसिवसुहाणुरागा न दुच्चरो दुच्चरो धम्मो ||६||
ભાવાર્થ :- હે ભવ્યપ્રાણી ! ભવ (સંસાર)નું આવું સ્વરૂપ જાણીને શરીરને વિષે, સ્નેહીજનને વિષે અને ધનાદિને વિષે રાગ વગરના જે થયા છે. તેમને દેવલોક અને મોક્ષસુખોનો અનુરાગ હોવાથી દુઃખે કરીને સેવી (કરી) શકાય તેવો આ ધર્મ સુખપૂર્વક આચરી શકાય તેવો બને છે લાગે છે ।।૬।। आसवमोहकसायाइएहिं चउसुवि गईसु विविहदुहं । पावंति जिआ सुहमवि तवभावसुदाणमाइहिं ॥७॥
ભાવાર્થ :- જીવો ચઉ (દેવ, મનુષ્ય, નારક અને તીર્થંચ) ગતિમાં કર્મ (આશ્રવ) મોહ, ક્રોધાદિ કષાય આદિના કારણે અનેક પ્રકારના દુઃખો સહે છે. તે રીતે તપ, સદ્ભાવ અને શ્રેષ્ઠ દાનાદિના કારણે વિવિધ પ્રકારે સુખને પ્રાપ્ત કરે છે. IIIા
इहपरलोइयआवयहरणं सिवसीमसयलसुहकरणं ।
इक्कं तिहुअणसरणं भवतां ता कुणह जिणधम्मं ||८||
ભાવાર્થ :- હે હિતેચ્છુ ! આલોક અને પરલોકના દુઃખો (વિઘ્ન) ને દૂર કરનાર, મોક્ષ સુધીના સમસ્ત સુખને દેનાર, અજબ, અદ્વિતીય જિનધર્મ ત્રણેલોકને આધારભૂત બનો અર્થાત્ જિનધર્મને સેવો III
सामग्गिअभावेविहु, वसणेवि सुहेवि तह कुसंगेवि जस्स न हायइ धम्मो निच्छयओ भणसु तं सड्ढं ॥९॥
ભાવાર્થ :- હે ઉત્તમવર ! સુખમાં કે દુઃખમાં, કે ખરાબ સોબતમાં કે વળી
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 242
અપરતટ અંશ ૫