________________
पार्थस्थादिकुतीर्थसङ्गरहितं सल्लक्षणैर्भूषणैर्युक्त दर्शनमुत्तमव्यवहृतिः श्रीदेवसंघार्चनम् । पित्रादावुचितज्ञता व्रतरतिः पर्वज्ञताऽऽवश्यका- .. ऽक्षेपो धैर्यगभीरते च गृहिणो धर्मो ह्ययं श्रेयसे ||१५|| ભાવાર્થ – ચારિત્ર-વ્રતમાં શિથિલ એવા પાસત્યાદિ અને કુશાસ્ત્રને માનનારા કુ(અન્ય) દર્શનીયોના સંસર્ગ વિનાના શમ-સંવેગ-નિર્વેદ અનુકંપા અને આસ્તિક્યતા રૂપ લક્ષણો અને વીરતા આદિ પાંચભૂષણયુક્ત એવું સમ્યગદર્શન ન્યાયયુક્ત વ્યવહાર, શ્રીદેવ અને સંઘનીપૂજા, પિતાદિમાં ઔચિત્યનું જાણપણું, વ્રત નિયમના પાલનમાં આનંદ, પર્વનું જાણવું, આવશ્યક ક્રિયામાં રુચિ, ધીરતા, ગાંભીર્યપણું આ ગૃહસ્થી (સંસારીયો)નો ધર્મ હિતને માટે થાય છે..૧૫ तपः श्रेयोऽखिलं दत्ते, विशिष्योद्यापनैः सह । कृतार्हद्गुरुसंघार्चादिभिः सातिशयं च तत् ||१६|| ભાવાર્થ - અરિહંત પ્રભુની, ગુરૂની અને સંઘની પૂજા અને ઉજમણા સાથે કરેલો તપ બધી રીતે કલ્યાણ કરનારો થાય છે ૧૬ી पूजाऽर्हतां १ सद्गुरुसेवनं २ च, स्वाध्यायसङ्ग ३ श्च तपो.४ दया ५ च । दानं च पात्रे ६ गृहिणां शिवाय, कर्माण्यमूनि प्रतिवासरं षट् ।।१७।। ભાવાર્થ - (૧) જિનેશ્વરની પૂજા (૨) સુગુરૂની સેવા (૩) સ્વાધ્યાયનો રસ (રંગ) (૪) તપ (૫) કરૂણા (૬) સત્પાત્રમાં દાન આ છ પ્રકારે કરેલો ધર્મ હંમેશા ગૃહસ્થને કલ્યાણકારી બને છે. મોક્ષ માટે થાય છે. ૧૭ पूजाऽर्हतां १ सद्गुरूसेवनं च, शास्त्रे रतिर्दानदमोपकाराः सत्कर्मबुद्धिर्व्यवहारशुद्धिर्धर्मः सतां वांछितशर्मदायी ||१८|| ભાવાર્થ - વીતરાગ પરમાત્માની પૂજા, સુગુરૂની ભક્તિ, શાસ્ત્રમાં લીનતા, દાન, ઈન્દ્રિયો પર કાબુ, પરોપકાર, શુભકાર્યમાં બુધ્ધિ, વ્યવહારમાં શુધ્ધિ આ ઉત્તમપુરૂષોનો ધર્મ વાંછિત ફળને આપનારો છે. ૧૮ जिनसंघसदर्चनैर्धनव्ययतः क्षेत्रगणे क्रियागुणैः । वरदर्शनसव्रतादिभिर्नर-जन्मेष्टफलं कृतिन् ! कुरु ।।१९।।
'
'
'
'
'
'-*
*
*
*
*
..
છે ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
. . . . . . . - ક
પરતટ અંશ - ૪ అంటే
::::::::::::
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::