________________
કાચબાના જેવા ઉપસેલા મનોહર ચરણવાળી, રોમરહિત, પ્રસંશનીય, મંગલકારી લક્ષણથી યુક્ત જાંઘના યુગલવાળી, ગુપ્ત માંસયુક્ત જાનું પ્રદેશવાળી, કેળના ઝાડસમાન સુકોમળ ભરાવદાર સાથળવાળી, મોંઢાની લંબાઈ પ્રમાણ ત્રણગણા માંસલથી વિશાલ યોનિને ધરનારી, સુંવાળી કાન્તિવાળી છૂટી છૂટી ચીકણી રોમરાજીઓવાળી, દક્ષિણાવર્ત તરંગના ભંગ સમાન નાભિમંડળવાળી, પ્રશંસનીય લક્ષણ યુક્ત કુક્ષિવાળી, સરખા પડખાવાળી, સુવર્ણ કમલની ઉપમા સમાન ભેગા થયેલ અતિ ઉન્નત (ઊંચા) ગોળાકાળ, ભરાવદાર સ્તનવાળી, સુકુમાર બાહુલત્તાવાળી, સ્વસ્તિક, શંખ, ચક્રાદિ, આકૃતિ રેખાથી શોભતા હાથ અને પગના તળિયાવાળી, વદનથી ત્રણ ભાગ ઊંચી માંસલ યુક્ત ડોક છે. જેની પ્રશસ્ત (વખાણવા યોગ્ય ) લક્ષણ યુક્ત માંસલ હડપચીવાળી, દાડમના પુષ્પનું અનુકરણ કરનાર લાલ ઓષ્ટ (હોઠ) વાળી, રાતા કમળ સમાન તાળવું અને જીભવાળી, ધનુષ્ય પર બાણ ચઢાવી ખેંચેલ પણછના આકારને સુસંગત (મલતી) ભમ્મરરૂપ લત્તાવાળી, પ્રમાણ યુક્ત ભાલવાળી, સુંવાળા કાન્તિ યુક્ત ચીકણા વાળવાળી, પુરુષથી કાંઈક ઓછી ઊંચી, સ્વભાવથી ઉદાર, શૃંગાર અને ચારુ વેષવાળી, પ્રકૃતિથી જ હસતી, બોલતી, વિલાસયુક્ત વિષય ઉપર શ્રેષ્ઠ નિપુણતા ધરનારી, તેવીરીતે મનુષ્યો અને માનષિઓ સ્વભાવથીજ સુગંધી મુખવાળા, સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભવાળા, સંતોષી, જાણવાની ઈચ્છાથી દૂર, કોમળ (નમ્ર) સરળગુણથી સંપન્ન, વૈરના અનુબંધ વગરના હોવા છતાં પણ સુવર્ણાદિમાં મમત્વ કદાગ્રહ રહિત, હાથી, ઘોડા, ગાય ભેંસાદિ હોવા છતાં તેના ઉપયોગ વગરના, પગે ચાલનારા, જુવરાદિ રોગ, યક્ષ, પિશાચાદિ ગ્રહ મારિ અને વ્યસનના ઉપદ્રવો વગરના, સેવ્ય સેવકભાવ રહિત હોવાથી સ્વતંત્ર, આઠસો ધનુષ્ય પ્રમાણ ઊંચાઈવાળા, પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા, ૬૪ કરંડક (પાંસળી) યુક્ત,
સ્ત્રી – પુરુષ યુગલ સાથે રહેનારા, ૬ માસ આયુષ્ય બાકી રહે ત્યારે યુગલને જન્મ આપવાના ધર્મવાળા અને દેવલોકમાં જનારા તેઓનું મરણ બગાસુ કે છીંક માત્રથી જ અને તેઓ કલ્પદ્રુમ પાસેથી મેળવેલા આહાર ખાનારા, પ્રાસાદના સંસ્થાન જેવા ગૃહાકારવાળા, કલ્પવૃક્ષમાં સુખ ઉપજે તે રીતે રહેનારા છે. કલ્પ વૃક્ષો દશ પ્રકારના છે. તેનાથી પોતાની ઈચ્છાને પૂરે છે. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] 16 મિ.અ.અં.૪, તા.-૧)
*.
.
.
.
.*
અકબજામખassassa
• કામ કas Aansoo
E
v ves: ::::::::::::::::::::::