________________
- હૈયું બોલે છે.'
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પરમાત્માની પાટ પરંપરા ને શોભાવનાર અનેક પ્રભાવક મહાપુરૂષોમાં ૫૧ મી પાટ ઉપર પૂ.આ.શ્રી મુનિસુંદર સુ.મ.સા. પણ મહાન પ્રભાવિક આચાર્ય ભગવંત થયા હતા. જેઓ એ બાલ ઉમરમાં જ સંયમનો સ્વીકાર કરી જ્ઞાનગુણને ખૂબ જ વિકસિત કરેલો, સતત જ્ઞાનની આરાધનામાં મગ્ન રહી પોતાનું સમસ્ત જીવન જ્ઞાનારાધનામાં સમર્પણ કર્યું હતું. એવા પુણ્યપુરૂષો માટે અસાધ્ય શું છે..? જેઓશ્રીની ધારણા શક્તિ અગાધ હતી. હજારો પ્રશ્નોનું અવધારણ કરી, સરળતાથી સર્વે ના ઉત્તરો ક્રમસર આપવાની આગવી શક્તિ અદ્વિતીય હતી, અનેક વાજીંત્રોના સ્વરને આબાદ પકડી. જેમાંથી જે સૂર ઉઠતો હોય તે સહજતાથી બતાવી સર્વેને મંત્ર મુગ્ધ બનાવતા હતા.
આથીસ્તો...! તેઓ સહસ્ત્રાવધાની તરીકે પંકાયા હતા... વાદિઓની સભામાં વાદ કરવાની અનુપમ શક્તિના પ્રભાવથી પ્રભાવિત થયેલા, વાદિઓએ પણ અનેક બિરૂદ થી નવાજ્યા છે. મહામંત્ર સૂરિમંત્રની આરાધના દ્વારા ઘણી જ અપ્રમત્તભાવે અનેક શક્તિઓ હાંસલ કરી હતી.
શાસન પ્રભાવક કાર્યોની પરંપરામાં અનેક સ્થળોએ પ્રતિષ્ઠાઓ પણ કરી જિનશાસનનો નાદ ગુંજિત કર્યો હતો. અગાધ જ્ઞાનશક્તિના સ્વામિ પૂજ્યશ્રી એ અણથંભી સાહિત્યોપાસના કરી વિદ્વજનો ને દંગ કર્યા છે...જેઓશ્રી એ આધ્યાત્મિક, કથા વિષયક, ઉપદેશાત્મક, દાર્શનિક, સૈધ્ધાંતિક આદિ અનેક ગ્રંથોની રચના કરવા પૂર્વક સર્વતોમુખી પ્રતિભા સંપન્નતા ને પ્રાપ્ત કરી હતી તેમજ આ ગ્રંથમાં પણ અનેક વિષયો આવરવામાં આવ્યા છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, કથાનુયોગ આદિ અનુયોગથી ભરપૂર છે... અનેક પ્રકારના ઉપદેશાત્મક પદોથી વાક્યોથી પ્રચૂર આ ગ્રંથ છે. કયા કયા વિષયો આ ગ્રંથમાં નથી એ જ આશ્ચર્ય છે. આ ગ્રંથ અભ્યાસથી સામાન્યતયા પણ સમજાય છે કે પૂજ્યશ્રીનું સંસ્કૃત-પ્રાકૃતભાષા ઉપર અદ્ભુત પ્રભુત્વ હતું. આવા પ્રભુત્વવાળા હોવા છતાં પણ ટીકામાં સરળતા બતાવવી અર્થમાં ગંભીરતા બતાવવી સરળ નથી પણ પૂજ્યશ્રીએ ટીકામાં સરળતા, અર્થમાં ગંભીરતા, પદમાં લાલિત્યતા અલંકાર છંદ વિગેરેના સૂક્ષ્મજ્ઞાન ને ધરનારા હતા, આથી...! આ મહાપુરૂષ સર્વતોમુખી મહાજ્ઞાની હતા.