________________
આંતરગુંજન
સદેવ પ્રસન્નવદની, ક્ષમામૂર્તિ, સંયમરક્ષક પૂ.ગુરૂદેવ ! કોઈક એવી સુવર્ણપળે આપ મને મળી ગયા. અને મારી સંસાર
પ્રત્યેની ભવવર્ધક યાત્રાને સ્થગિત કરી,
દુર્ભાગ્યને સદ્ભાગ્યમાં દુર્બુદ્ધિને સબુધ્ધિમાં, સુલટાવીને
કુપંથમાંથી સત્પંથમાં ચરણને સ્થાપનાર, વિષયના વિષથી ઉગારી, અમૃત પાનાર,
ફલશ્રુતિ રૂપે સંયમ સાધનાની કેડીએ સાર્થવાહ બની,
મહાન ઉપકાર કરનાર,
આપની કૃપાથી જે કાંઈ મેળવ્યું છે. આપની સેવનાથી જે કાંઈ જાણ્યું છે. આપની સંયમયાત્રાથી જે કાંઈ પ્રાપ્ત થયું છે આપની સાનિધ્યતાથી જે કાંઈ સધાયું છે. આપની કરૂણાથી જે કાંઈ કરાયું છે. આપની શુભાશિષથી જે કાંઈ રચાયું છે કે લખાયું છે.
તે બધું આપશ્રીના અર્ધશતાબ્દિ સંયમ સુવર્ણમહોત્સવ પ્રસંગે આપ પૂજ્યશ્રીના કરકમલમાં,
આપનું અર્પિત આપને આગેકૂચ ચાલી રહે એ યાચના સહ શિશુ કલ્પયશની શતશઃ વંદનાવલિ.
3 man