SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ - અહીંયા તો નિયાણા સહિત ધર્મના ફલરૂપ રાજ્ય વિ. થી તે જ રીતે દુર્ગતિનું કારણ હોવાથી પણ ગુણપણું કહ્યું તેમાં શું વિશેષ (ફરક) છે ? તે કહે છે : મિથ્યાદષ્ટિના તપનું ફલ, તથાવિધ વિવેક રહિતના કારણે પ્રાયઃ પાપાનુબંધિ હોવાથી તેના ફલરૂપ પોતાને પ્રાપ્ત થયેલા રાજ્યાદિથી રાજા વિ. નો ધર્મ હિંસા રૂપ મહા આરંભ પ્રવર્તાવનારો હોવાથી જ કદાચ ધર્માભિમુખ હોવા છતાં હિંસાદિમય યજ્ઞાદિ મિથ્યાક્રિયામાંજ એક રુચિ અને તેને પ્રવર્તાવવા વિ. થી દુર્લભ બોધિપણાનું કારણ હોવાથી દોષરુપ છે. સનિદાન :- જિનેશ્વર ભ. કહેલા તપનું ફલ રાજ્યાદિ વળી પોતાને પ્રાપ્ત થયેલ રાજા વિ. ને સર્વ વિરતિ વિ. વિશેષ પ્રકારનો ધર્મ પ્રાપ્ત ન થયે છતે પણ જિન ધર્મના અનુરાગ વિ. થી ધર્મનું યથા યોગ્ય પાલણ કરવાથી ભવાન્તરે સુલભબોધિ પણાનું કારણ હોવાથી ગુણપણું કહ્યું છે. અથવા એ પ્રમાણે પંડિતો એ બીજા પણ હેતુઓ યથાવુક્તિ અહીંયા કહેવા ઈતિ ધર્મનો ત્રીજો પ્રકાર થયો ૩. (૪) ભાવશૂન્ય :- ચિત્તમાં ધર્મના પરિણામ વગરનો વળી અનુભય ઉભય રીતે ગુણ દોષ નહિ કરનાર એટલે કે ગુણનહિ અને દોષ પણ નહિ કરનાર ઈતિ અર્થ. દા.ત. જેમકે શ્રીકૃષ્ણની સાથે વંદન કરનાર વીરકને તેનું અઢાર હજાર શ્રેષ્ઠ મુનિઓને વંદન કરવા છતાં ભાવથી રહિત (ભાવશૂન્ય) હોવાથી કંઈપણ ફલ પ્રાપ્ત થયું નહિ. એ પ્રમાણે દાનાદિ અશેષ બીજા પુણ્ય કર્મ કરવામાં પણ યથા યોગ્ય ઉદાહરણો જાણી લેવા. ઈતિ ચોથો ધર્મ પ્રકાર થયો જા. શ્લોકાર્થ :- એ પ્રમાણે ઔષધના દૃષ્ટાંતથી ચાર પ્રકારનો ધર્મ જાણીને ભવરૂપ રિપુ ઉપર વિજયરૂપ લક્ષ્મી મેળવવા માટે સુવિશુધ્ધ જિનધર્મમાં પ્રયત્ન કરો //ઈતિ. તપાગચ્છાધિપ શ્રી મુનિસુંદર સુરિએ રચેલા શ્રી ઉપદેશરત્નાકરના પાચ્યતટે વિધિશુધ્ધ નામના. || ૪ અંશે ત્રીજો તરંગ પૂર્ણ // | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અંશ-૪, તરંગ-૩ દુક888કરાવાશયાત્રરથassesame seedspectaneappeace seeseeeeeee8838938BBBBB082828888888888888888sses angingtEGHવકાસ
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy