SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ તાપસ, ચરક વિ. ને જોકે કંઈક રાજ્યાદિ શુભ ફલની પ્રાપ્તિ થયેલી જણાય છે. સંભળાય છે. તો પણ બીજા ભવમાં પ્રાયઃ કરીને નિયમા નરકાદિ દુર્ગતિના દુઃખોને પામે છે. તેથી ઉપચારથી દોષ પણું કહેવામાં વાંધો નથી. (૨) અનિદાન - નિદાન એટલે નિયાણું, નિયાણું એટલે પરલોકમાં તપના ફલની ઈચ્છા તેનાથી રહિત (ઈચ્છાવિનાનું) અને ઉપલક્ષણથી (બીજી રીતે) આ લોકના પદાર્થની ઈચ્છા વિ. થી રહિત તથા આગમમાં કહ્યું છે કે “આ લોકને વિષે (માટે) તપ કરવો નહિ” ઈત્યાદિ આથી જ જે શુધ્ધ ધર્મ છે. તે પહેલાં કહેલ મિથ્યાત્વનો વિરોધિ (ઉલ્ટો) સર્વજ્ઞ પ્રભુ એ કહેલો શ્રી સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર, લક્ષણવાળો ધર્મ તે કર્મ ક્ષય રુપ લક્ષણવાળો ગુણ કરે છે... અથવા કર્મક્ષય રૂપ ગુણવાળો છે. કારણ કે તેના ઉત્કૃષ્ટ આચરણથી તે જ ભવે મહાઉદયને આપનારા અનંત સુખની પ્રાપ્તિ થાય છે. વળી ઈચ્છિત ફલ, ધન, સુખ સંયોગ, રાજયાદિ સંસાર સુખની પ્રાપ્તિ પ્રસંગ અનુસાર જીવોને પ્રાપ્ત થાય છે. શ્રી શ્રેયાંસ, ચંદનબાળા, સંગમાદિના (શાલિભદ્રાદિના) દાનાદિ પુણ્ય કાર્યોના ઉદાહરણ અહીંયા જાણવા ઈતિ બીજો ધર્મભેદ થયો ll (૩) નિયાણા સહિતનો ધર્મ - તપફલની માંગણી પૂર્વક કરેલો તપ સર્વજ્ઞ ભ. ને જ બતાવેલો ધર્મ તે દોષ અને ગુણ બને કરે છે. નિયાણા સહિતનો ધર્મ કરનારને બીજાભવમાં માંગણી કરેલા રાજ્ય વિ. શુભ ફલ આપવાના કારણે ગુણ રૂપ અને તે ભવમાં પૂર્વ ભવમાં કરેલા નિયાણાના કારણે ધર્મની પ્રાપ્તિ ન થવાથી બીજાભવે નરકાદિ દુર્ગતિ આપતો હોવાથી દોષરૂપ થાય છે. દા.ત. જેમકે સભૂતિનો જીવ બ્રહ્મદત્તચક્રી (પછી નારક) થયો અને સંભૂતિનો ભાઈ ચિત્રઋષિ વિ. નિયાણા સહિત અને નિયાણા રહિત ના દૃષ્ટાંતો જાણવા. અહીંયા કાંઈક પ્રશ્ન કરે છે. - નનુ મિથ્યાત્વ ક્રિયાના ધર્મના ફલરૂપ ફલથી પ્રાપ્ત થયેલ રાજ્યવિ. થી બીજા ભવે દુર્ગતિ નું કારણ હોવાથી દોષપણું પહેલાં કહ્યું છે. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)| અંશ-૪, તરંગ-૩ # 29a03aggggggggggggggggggggggggggggggggggggggggggg P803088080808SBBSB8888888888888888888888888899 31 st Jamaat #gtta-15
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy