SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સબલ વિ. ૬ પુરુષો જેમ નગરમાં જાય છે. તેમ શિધ્રાદિ પ્રકાર વડે મોક્ષમાં જાય છે. ઈતિ બન્ને વાક્યની સમુદાય રૂપે યોજના થઈ. - હવે તે પુર તરફ જનારા છે પુરુષો કોણ છે ? તે કહે છે. સબલ અબલ એ પ્રમાણે સબલ એટલે ત્વરિત (ઝડપી) ગતિમાં સમર્થ. અને અબલ એટલે બલ વગરનો પગયુત અને પંગુ એ પ્રમાણે ત્રણ થયા (સબલ પગવાળો અબલ પગવાળો અને પંગુ) આ ત્રણે જણા બ્રાન્ત દિશાના વ્યામોહવાળા હોવાથી પૂર્વાદિ દિશાને પશ્વિમાદિ દિશાને માનનારા છે. અને બીજા અભ્રાન્ત જે દિશા છે તે દિશાને જોનારા છે. આમાંથી કોણ મોક્ષે જનારા છે. તેવા તે છ છે તે કહે છે. - મિથ્યાદૃષ્ટિ અને સમ્યગુદૃષ્ટિ એમ બન્નેઉ સબલ ક્રિયાવાળા, અબલ ક્રિયાવાળા અને ક્રિયા વગરના એ પ્રમાણે છે છે. ક્રિયા એમ સામાન્ય પણે કહ્યાં છતાં પણ મિથ્યાદૃષ્ટિની ક્રિયા તે મિથ્યા ક્રિયા જાણવી સમ્યદૃષ્ટિની સમ્યક્રિયા જાણવી. અહીંયા દૃષ્ટાન્ન અને દાર્દાન્તિકમાં છ મનુષ્યો કહે છે. તે પણ જાતિની પ્રધાનતાથી નિર્દેશ કરેલા છે નર જાતિઓ ગ્રહણ કરવી. એ પ્રમાણે ગાથાનો સાર છે. ' છ પુરુષનું દષ્ટાંત હવે દષ્ટાન્ત દ્વારા વિચારણા કરે છે :- ક્ષિતિ પ્રતિષ્ઠ નામના નગરમાં છે પુરુષો વ્યવસાય માટે વેપારની ક્રિયામાં મિત્ર થઈને રહ્યા છે. તેઓએ એક વખત સાંભળ્યું કે અહીંથી વશ યોજન દૂર રત્નપુર નામનું નગર પૂર્વદિશામાં આવેલું છે. ત્યાં બીજા દેશમાંથી વસ્ત્ર વિ. ઘણું કરિયાણું લઈને વેપારીઓ વેંચવાને માટે આવ્યા છે. પહેલાં પણ આવ્યા હતાં તેને લેવાને માટે બીજાનગરમાંથી પણ વેપારીઓ ત્યાં આવશે. ઈત્યાદિ પછી તેઓએ વિચાર્યું જો આપણે જલ્દી જઈએ તો સારા વસ્ત્રો સુખ પૂર્વક (સહેલાઈથી) મળી જશે. પછી ઘણાં ગ્રાહકોના આવવાથી ઘણાં મોંઘા મળશે. આ નગરનો દરવાજો મોડો ઉઘડે છે. તેથી જો નગરથી બહાર વનમાં રહેલા યક્ષના મંદિરમાં વાસ કરીએ તો મોડી રાત્રે વહેલા ઉઠીને નગરમાં જલ્દી પહોંચી જઈએ. એ પ્રમાણે વિચારીને તેઓ સંધ્યા સમયે તે યક્ષના મંદિરે સાથે બાંધેલું (લાવેલું) | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (27)[ અંશ-૩, તરંગ-૪|| ITલાયજાદાનneોકરાયારસદારાણાવાણારાdધારોટ aataanand neatsanકારાયોરિટારવારવા Penger SPRESSORDBORRIDOBOR 8888888 દરિવરિયાળિastaminarautallulatanશશિશિરાશિluથatitanautaધશારદિગાર શીદ?
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy